Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગઇકાલે કોરોનાના માત્ર ૭૮ ટેસ્ટ થયાઃ ૧ રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ : શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાયો છે.  ગઇકાલે સાંજે જુનાગઢનાં જીલાણા ગામથી પરત આવેલ અને રોયલ પાર્કવિસ્તારમાં ૫૮ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ દર્દીએ વેકિશનનાં બન્ને ડોઝ લીધા છેઃ ગઇકાલે તા.૫ને રવિવારે ૭૮ લોકોના ટેસ્ટીંગ થયાઃ શહેરમાં આજ દિન સુધીમાં કુલ આંક ૪૨,૮૮૫એ પહોંચ્યો છે. આજ દિન સુધીમાં ૪૨,૪૧૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.  રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયો. હાલમાં ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:05 pm IST)