Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ચાવીના કારીગર સત્યસિંહ સરદારજીની હત્યામાં હજુ સુધી ફરાર આરોપીઓને તત્કાલ પકડી લો

૧૬/૧૧ના રોજ હત્યાનો ભોગ બનનારના ભાઇ-કુટુંબીજનો અને ગુરૂદ્વારા દુઃખ નિવાર સાહેબ ટ્રસ્ટની પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટઃ જામનગર રોડ ઘંટેશ્વરમાં રહેતાં અને જંકશન પ્લોટમાં ચાવી બનાવવાની દૂકાન ધરાવતાં સત્યસિંહ નામના સરદારજી યુવાનની હત્યાની ઘટનામાં દિવસો વિતી ગયા હોવા છતાં આરોપીઓ ફરજસિંઘ શ્યામસિંઘ રાજુની, તરજીતસિંઘ હરદેવસિંઘ રાજુની (રહે. બંને ઘંટેશ્વર ૨૫ વારીયા) હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી. સત્યસિંહને આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરાયાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી. ૧૬/૧૧/૨૧ના રોજ હત્યા થઇ હતી. આ વાતને ઘણા દિવસો વીતી જવા છતાં હત્યારાઓ હજુ પોલીસ પકડથી દૂર છે. આ મામલે સત્વરે કાર્યવાહી કરવા અને આરોપીઓને ઝડપી લઇ કડક કાર્યવાહી કરવા હત્યાનો ભોગ બનનારના ભાઇ પ્રદિપસિંઘ તથા કુટુંબીજનો અને રાજકોટ ગુરૂદ્વારા દુઃખ નિવાર સાહેબ ટ્રસ્ટ દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. હત્યાનો ભોગ બનનાર પોતાના ૭૧ વર્ષના પિતા રઘુનાથસિંઘ તથા ૬૧ વર્ષના માતા તેમજ સગીર સંતાન અને પત્નિ સહિતનો નિભાવ કરતાં હતાં. તેમ રજૂઆતમાં જણાવાયું છે. નોંધનીય છે કે પોલીસે આરોપીઓને પકડવા ભારે દોડધામ કરી હતી અને તેના વતન મથુરા સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. પરંતુ આરોપી હાથમાં આવ્યા નહોતા.

(3:15 pm IST)