Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલતી એરપોર્ટ પોલીસ : બામણબોરનો અશ્વીન ઉર્ફે ટીનો પકડાયો

એરપોર્ટ પોલીસના કોન્સ યશપાલસિંહની બાતમીઃ ચારેય બાઇક વાડી પાસે ઝાડીમાં છૂપાવ્યા'તાઃ બે બાઇક સિવિલ હોસ્પિટલ એક બામણબોર આસપાસથી ચોર્યાની કબુલાત

રાજકોટ તા. ૬ : બામણબોર ગામ નજીક વાડીના મકાન પાસે એરપોર્ટ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચાર બાઇક ચોરીનો ભેદી ઉકેલી એક શખ્સને પકડી લઇ ઝાડીમાં છુપાયેલા ચાર ચોરાઉ બાઇક કબ્જે કર્યા હતા.

મળતી વિગત મુજબ બામણબોર ગામ પાસે મારગવાળી વાડીની પાછળ એક શખ્સે ચોરાઉ બાઇક છુપાવ્યા હોવાની એરપોર્ટ પોલીસ મથકના કોન્સ યશપાલસિંહ ઝાલાને બાતમી મળતા બામણબોર ગામ પાસે મારગવાળી વાડી વાળાના મકાન પાછળ દરોડો પાડી ઝાડીમાં છુપાવેલા ચાર ચોરાઉ બાઇક સાથે એજ વાડીની ચોરડીમાં રહેતો અશ્વીન ઉર્ફે ટીનો રઘાભાઇ બાવળીયા (ઉ.રર) (રહે. બામણબોર ગામ, વાડીના મકાનમાં) ને પકડી લઇ રૂ.૬૦,૦૦૦ની કિંમતના ચાર ચોરાઉ બાઇક કબ્જે કર્યા હતા.

પોલીસે તેની પુછપરછ કરતા તેણે થોડા સમય પહેલા બે બાઇક રાજકોટ સીવીલ હોસ્પિટલમાંથી, એક બાઇક બામણબોર આસપાસ ગામ વિસ્તારમાંથી અને એક બાઇક કયાંથી ચોર્યું તે જાણતો ન હોવાની કબુલાત આપી હતી. અશ્વીન ઉર્ફે ટીનો બાવળીયા મજુરી કરે છે. તેણે ફેરવવા માટે બાઇક ચોરી કર્યાનું  જાણવા મળ્યું છે. આ કામગીરી પી.આઇ.જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના  પી.એસ.આઇ. વી.સી.પરમાર, હેડ કોન્સ કેશુભાઇ વાઝા,દિવ્યરાજસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા,મહાવીરસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા અને કનુભાઇ ભમ્મર દ્વારા કરવામાં આવી હતી.

(3:16 pm IST)