Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સરગમ દ્વારા રાજયના નવા મંત્રીઓનું અભિવાદનઃ વજુભાઇ વાળાની ઉપસ્થિતિ

રાજકોટઃ સરગમ કલબ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રી મંડળમાં સ્થાન પામેલા નવા મંત્રીઓ અભિવાદન સમારોહ યોજાયો હતો આ સમારંભમાં સરગમ કલબની વિવિધ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયેલા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે સરગમ કલબ જેવી સંસ્થાઓ ગુજરાતમાં ઘણી ઓછી છે જે અનેક ક્ષેત્રે સેવા પ્રવૃત્તિઓ કરતી હોય.  હેમુ ગઢવી હોલમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના પ્રમુખસ્થાને યોજાયેલા આ સમારોહમાં રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત રાજ્યના સિનિયર મંત્રીઓ કિરિટસિંહ રાણા અને બ્રિજેશભાઈ મેરજાનું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી અને પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પુજારા ટેલીકોમના યોગેશભાઈ પુજારા તેમજ કલાસિક નેટવર્કના સ્મિતભાઈ પટેલ  વગેરે અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને સરગમ પરિવારના ચેરમેન વજુભાઈ વાળાએ પણ પોતાની આગવી શૈલીમાં પ્રવચન આપતા કહ્યું હતું કે દાતાઓના અવિરત સહયોગને કારણે સરગમની પ્રવૃતિઓ કયારેય અટકી નથી.  કાર્યક્રમના પ્રારંભે કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સંસ્થાની પ્રવૃતિઓ વિષે માહિતી આપી હતી. આ પછી તમામ મહેમાનોનું પુષ્પહારથી અભિવાદન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન સંજય કામદારે કર્યું હતું.  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે   મિતેનભાઈ મહેતા, ભરતભાઈ સોલંકી રાજેન્દ્રભાઈ શેઠ, સુનિલભાઈ દેત્રોજા, રમેશભાઈ અકબરી અને મનમોહન પનારા ઉપરાંત નિલુબેન મહેતા, ગીતાબેન હીરાણી અને જયશ્રીબેન મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:18 pm IST)