Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નારી મુકિતદાતા-દલિતો અને પછાતોનાં મસિહા ડો. બાબા સાહેબ આંબેડકરજીનાં નિર્વાણદિને વંદન

ભારતમાં વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ બનાવનાર ડો. આંબેકરજીને શત્ શત્ નમનઃ વશરામભાઇ સાગઠીયા

રાજકોટ, તા. ૬ :  આજે તા. ૬ ડિસેમ્બર ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબજીનાો નિર્વાણ દિન છે. ત્યારે પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ ડો. આંબેડકરજીને વંદન કરતાં જણાવ્યું હતું. બાબત સાહેબ નારિ મુકત-દાતા અને દલિતો ત્થા પછાતોનાં મસિહા હતાં.

છઠ્ઠી ડીસેમ્બર ના કાળમુખા દિવસે ભારત રત્ન ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડોકટર બાબા સાહેબ આંબેડકર ના મૃત્યુ દિવસ તરીકે આખો દેશ શોક લાગણી અનુભવે છે.

ડોકટર બાબા સાહેબ આંબેડકર કે જેણે ઇંગ્લેન્ડની કોલંબિયા યુનિવર્સિટી મા દુનિયાનો મહાન વિદ્યાર્થી જેની પ્રતિમા નીચે લખેલું છે એવો કોઈ જો ભારતીય હોય પોતે ડોકટર બાબા સાહેબ આંબેડકર છે ભારતમાં આઝાદી મળી પછી આ દેશ ઉપર બંધારણ બનાવવાની જવાબદારી મોટી હતી કારણ કે આ દેશનું બંધારણ બને અને બંધારણ મુજબ જ સમગ્ર દેશ ને ચાલવાનું હોય તો આવી બહુ જ અગત્યની જવાબદારી કોને આપવી તેની ચિંતામાં ગાંધીબાપુ જવાલાલ નેહરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કોંગ્રેસના ટોચના નેતાઓને ચિંતા હતી વિદેશોમાંથી બંધારણ બનાવવા માટે ના સુચનો મેળવ્યા ઇંગ્લેન્ડના સૂચન મુજબ ભારતમાં જ સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ બનાવી શકનાર ડોકટર ભીમ રાવ આંબેડકર છે અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કોંગ્રેસે આ તમામ જવાબદારી બંધારણ સમિતિ ને સોંપી અને આ બંધારણ સમિતિના ચેરમેન તરીકે ડોકટર ભીમ રાવ આંબેડકર ની વરણી કરવામાં આવી તેઓએ વાત દિવસ મહેનત કરી બે વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ સુધી આ દેશના બંધારણ બનાવવા જેવો સમય થયો.

આ દેશમાં અનેક ભાષાઓ અનેક પ્રાંતોમાં દેશ વેચાયો હતો વિવિધતામાં એકતાનું પ્રતિક રૂપે અને ભારત દેશના તમામ નાના-મોટા તમામ જ્ઞાતિઓને એક સૂત્રમાં રાખી શકાય નારીઓને સન્માન આપી શકાય તમામને સરખા મતાધિકાર મળે કોઈ ઉચ્ચ નહિ કોઈની નહિ તમામ લોકોને સરખા અધિકારો આ દેશના પછાતો કે જેવો ઓબીસી સમાજ અનુસૂચિત જાતિ સમાજ અનુસુચિત જન જાતિ સમાજ આ તમામ લોકોને સારી રીતે જીવી શકે તેના માટે જરૂરી રિઝર્વેશન વ્યવસ્થા કરવી આ તમામ બાબતોનું ધ્યાન રાખી શકે તેવા એક જ વ્યકિત છે અને તે છે ડોકટર બાબા સાહેબ આંબેડકર અને તેના માટે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ડોકટર બાબા સાહેબ આંબેડકર ને આ જવાબદારી સોંપી હતી ડોકટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ જ ઝીણવટ ભરી સંપૂર્ણ લોકશાહી ઢબે કોઈપણ ને અન્યાય ન થાય મહિલાઓને ખાસ રિઝર્વેશન મળે તેના માટે અલગથી કાયદા બને નારીનું સન્માન જળવાય વગેરે તમામ બાબતોને ધ્યાને લઇ દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ બનાવવાનો યશ જો કોઈને જતો હોય તો તે છે ડોકટર બાબા સાહેબ આંબેડકર.

આ દેશમાં હાલ જે ખેડૂત છે તેની પાસે ખેત મજૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો ત્યારે આજના ખેડૂતોને ખેડૂત નું ખેતર વાવે તેની જમીન જેવી અનેક જોગવાઇઓ બંધારણમાં કરી રાજા-મહારાજાઓ પાસેથી અમુક જમીનો તેમની પાસે રહેવા દઈ બાકીની જમીન નો આજના ખેડૂતોને આપવાનું જો કોઈએ કામ કર્યું હોય પોતે છે ડોકટર બાબા સાહેબ આંબેડકર આ દેશમાં ૪૯.૫ ટકા થી વધારે કોઈને રિઝર્વેશન મળી શકતું નથી આજે આપણો દેશ આઝાદીના મીઠા ફળો ખાઇ રહ્યો છે તે આ મહામાનવ ની દેન છે ભારતના ઇતિહાસમાં ડોકટર બાબા સાહેબ આંબેડકર ની સ્મશાન યાત્રા માં હજારોની સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી ત્યાં સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ જોવા મળ્યું નથી અને ભવિષ્યમાં મળશે પણ ને આવા મહામાનવ ભારત રત્ન મહિલાના મુકિતદાતા પછાતો ના ઉદાહરણ ખેડૂતો અને ખેત મજૂરો ના હિમાયતી એવા ડોકટર બાબા સાહેબ આંબેડકર ને નત મસ્તક વંદન.

(3:36 pm IST)