Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓમીક્રોનના કેસ વધતા પ્રાથમીક શાળા બંધ રાખવા વાલી મંડળની ડીઇઓને રજુઆત

રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારી કચેરી ખાતે રજુઆત કરતા વાલી મંડળના પ્રમુખ હિંમતભાઇ લાબડીયા, નયનભાઇ કોઠારી અને ગજેન્દ્રસિંહ ઝાલા નજરે પડે છે. (૪.૧૯)

રાજકોટ, તા., ૬: રાજયમાં વધી રહેલા ઓમીક્રોનના કેસને કારણે બાળકોને બચાવવા માટે પ્રાથમીક શાળાઓ બંધ રાખવા આજે રાજકોટ શહેર જીલ્લા વાલી મહામંડળે ડીઇઓ કચેરીએ આવેદન આપી માંગણી કરી છે. 

વાલી મંડળના પ્રમુખ હિંમતભાઇ લાબડીયા, એડવોકેટ નયનભાઇ કોઠારી અને ગજેન્દ્રસિંહ ઝાલા સહીતનાએ ડીઇઓ કચેરી ખાતે આવેદનમાં જણાવ્યું છે કે, પ્રાથમીક શાળાઓમાં ભણતા બાળકો સરકારી ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરવા સમજશકિત ધરાવતા નથી. પ્રાથમીક શાળાઓમાં ભણતા બાળકોને કોરોનાની રસી અપાઇ નથી. વાલીઓ માટે ચિંતા થાય તે સ્વભાવીક છે. આવી ચિંતાજનક વિપરીત પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના વિશાળ હિતમાં પ્રાથમીક શાળાઓ એકાદ અઠવાડીયા માટે સદંતર બંધ કરવામાં આવે તે જરૂરી છે.

(3:38 pm IST)