Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ટુવ્હીલરની જીજે-૦૩-એમએફ સીરીઝમાં પસંદગીના નંબરોના ટેન્ડર ખુલ્યાઃ ૦૦પપ નંબર માટે રેકોર્ડબ્રેક ૪.૮પ લાખની બોલી!

૧૧૧૧ નંબર માટે ૩.પપ લાખની અને ૦૦૦૧ નંબર માટે ર.૮૬ લાખ બોલાયાઃ ૧૪૩૫ બીડ ખુલ્યાઃ આરટીઓને પ૦ લાખથી વધુની ઓફર મળીઃ ટેન્ડરની ઓફર થયેલી રકમ ન ભરે તો મીનીમમ ડીપોઝીટ જપ્ત થશેઃ આરટીઓ લાઠીયા

રાજકોટ, તા., ૬: રાજકોટ આરટીઓ  દ્વારા ટુ વ્હીલર મોટર સાયકલ માટે જીજે-૦૩-એમએફ સીરીઝમાં પસંદગીના નંબરો માટે ટેન્ડરો મંગાવાયા હતા. આ ટેન્ડર ખુલ્યા છે. પ્રાથમીક તબક્કે ૧૪૩પ બીડ જાહેર થઇ છે. જેના માટે પ૦, ૮૯,પ૦૦ ની ઓફર આરટીઓને મળી છે. ૦૦પપ નંબર માટે રેકોર્ડબ્રેક ૪.૮પ લાખ, ૧૧૧૧ નંબર માટે ૩.પપ લાખ અને ૦૦૦૧ નંબર માટે ર.૮૬ લાખ જેવી મસમોટી રકમના ટેન્ડર ખુલ્યા છે. ૮૦ હજારથી સવા લાખ જેટલી આશરે કિંમતના ટુ વ્હીલરોના નંબર માટે તેનાથી અનેકગણી રકમો બોલાતા આશ્ચર્ય સર્જાયું છે. જો કે, નંબરપ્રેમીઓ અગાઉ પણ આવી ઓફરો મોકલી તે મુજબની રકમ આરટીઓમાં ભરી પણ ચુકયા છે. ત્યારે વધુ એક વખત આરટીઓને મોટી આવક થાય તો નવાઇ જેવું નહી રહે.

આરટીઓ પી.બી.લાઠીયાએ અકિલાને જણાવ્યા મુજબ જીજે-૦૩-એમએફ સીરીઝમાં સીલ્વર, ગોલ્ડન સહીતની તમામ કેટેગરીમાં નંબરો માટે ઓફર મંગાવાઇ હતી. જે પૈકી અવધી પુરી થયે ઓનલાઇન ટેન્ડરો ખુલ્યા છે. જેમાં ઉપરોકત ત્રણ નંંબર માટે દર્શાવાયેલી  ઓકસન એમાઉન્ટ ઉપરાંત પ નંબર માટે ૭૦ હજાર, ૭૦૭૭ નંબર માટે ૪૧ હજાર,  ૩૭ નંબર માટે ૩૪ હજાર, ૪૭ નંબર માટે ૩૪ હજાર, ૧૧૦૦ નંબર માટે ૩૩ હજાર, ૭ નંબર માટે ૩૦ હજાર અને ૧૩ નંબર માટે ૩૦ હજારની ઓફર મુખ્ય રહી છે.

ટેન્ડરની શરતોને આધીન ઓફર મુજબની રકમ આરટીઓમાં જમા થયે નંબરોની ફાળવણી થશે. જો ઓફર મુજબ રકમ નિયત અવધીમાં નહિ ભરાય તો જે તે બીડરની મીનીમમ ડીપોઝીટ જપ્ત કરી આવતા દિવસોમાં જે તે નંબર રી-ટેન્ડર થશે.

(3:39 pm IST)