Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મ.ન.પા.માં યોજાયેલ શહેરી શેરી ફેરીયાઓને લોન સહાય માટે મેગા કેમ્પમાં ૧૧૦૦ અરજદારોએ લાભ લીધો

રાજકોટ : ભારત સરકારશ્રી દ્વારા 'સેવા અને સંકલ્પ'ના ૧૦૦ દીવસ અંતર્ગત શેરી ફેરિયાઓ માટે PMSVANidhi(PM Street Vendors AtmaNirbhar Nidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આયોજન જાહેર કરવામાં આવેલ છે. તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી રૂ.૧૦,૦૦૦ સુધીની વર્કિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. જેનો મહત્ત્।મ લોકોને લાભ મળી રહે તે માટે શહેરની વિવિધ બેંકો દ્વારા તા. ૩ અને તા. ૪ના રોજ સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી રોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસના મેગા કેમ્પ દરમ્યાન ૧૧૦૦થી વધુ અરજદારોએ લાભ લીધો હતો અને વિવિધ બેંકો દ્વારા ૮૦૦થી વધુ લાભાર્થીઓની લોન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ પણ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે મેગા કેમ્પ ચાલુ રાખવામાં આવેલ છે. વધુને વધુ લાભાર્થીઓને લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.

(3:57 pm IST)