Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વિમાનગર વિસ્તારમાં ડામર રીકાર્પેટ કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના હસ્તે  વોર્ડ નં.૨માં આવેલ  વિમાનગર વિસ્તારમાં ડામર રીકાર્પેટ કામનું ખાતમુહુર્ત કરાયું.  કામગીરીથી વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે.  આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વદ્યાસીયા, વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત તથા વોર્ડ અગ્રણી કાળુમામા, ધર્મેન્દ્રભાઈ મીરાણી, અનિલભાઈ મકવાણા, ગુલાબસિંહ જાડેજા, કૌશિકભાઈ અઢીયા, નીલેશભાઈ વ્યાસ, રાજુભાઈ પારેખ, નીલેશભાઈ તેરૈયા, મિથુનભાઈ, અજયસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ગોહિલ, દિપાબેન કાચા, ભાવનાબેન ચતવાણી, સીમાબેન અગ્રવાલ, શ્રધ્ધાબેન સીમેજીયા, ચંદ્રસિંહ જાડેજા, મનીષભાઈ વાડેરીયા, જયંતીભાઈ બુધેલીયા, પૃથ્વીસિંહ વાળા, ભાર્ગવભાઈ શર્મા, ઉદયભાઈ સૌમૈયા, જયકિશન ઝાલા, નીલુભાઈ કાશવાણી, રજાકભાઈ કારીયાણી, મુસ્ત્ત્।ુફાભાઈ મામટી, સુરેશભાઈ પરમાર, ઈલુભાઈ કાસવાણી, જયરાજસિંહ જાડેજા, જયભાઈ દવે, વિલાસગીરી ગૌસ્વામી, પારસભાઈ સોલંકી, જોરુભા ઝાલા. વિગેરે ઉપસ્થિત રહેલ. આ વિસ્તારમાં ડામર રીકાર્પેટની કામગીરીને લીધે આ વિસ્તારના રહેવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. 

(3:59 pm IST)