Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ઢોલ-નગારા-ફટાકડા સાથે ફોર્મ ભરતા સમરસ પેનલ અને અન્ય ઉમેદવારોઃ વકીલો બહોળી સંખ્યામાં ઉમટ્યા

રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં રાજકોટ શહેરમાં વકીલોમાં વર્ષોથી દબદબો ધરાવતી સમરસ પેનલના પ્રમુખ સહિતના તમામ ઉમેદવારોએ આજે શુભ મુહુર્તમાં મંત્રોચ્ચારથી પૂજા-અર્ચના કરી ફટાકડા ફોડી ભવ્ય આતિશબાજી, ઢોલ સાથે વકીલો તથા સમર્થકોની મોટી સંખ્યાની હાજરીમાં ફોર્મ ભરતા વકીલોમાં એકતરફી વાતાવરણ ઉભુ થયેલ છે. સમરસ પેનલમાં પ્રમુખ પદ પર ભગત અમીતકુમાર, ઉપપ્રમુખ પદ પર જાડેજા સિદ્ધરાજસિંહ (એસ.કે.), સેક્રેટરી પદ પર દિલીપ મહેતા (બ્રાહ્મણ), જોઈન્ટ સેક્રેટરી પદ પર સખિયા ધર્મેશ, ખજાનચી પદ પર પારેખ જીતેન્દ્ર, લાયબ્રેરી સેક્રેટરી પદ પર વોરા સુમિતે ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજૂ કરી ઉમેદવારી નોંધાવેલ છે. સમરસ પેનલમાં હંમેશા પક્ષાપક્ષીથી દૂર રહી વકીલોના પ્રશ્નો માટે હંમેશા કામ કરતા જમીન સાથે જોડાયેલા ઉમેદવારોની પસંદગી કરાતી હોય છે. સમરસ પેનલના તમામ ઉમેદવારો હંમેશા વકીલોના પ્રશ્નોને વાચા આપતા હોય લીગલ સેલ ભાજપનું પણ સમર્થન મળી રહ્યુ છે. વકીલ આલમમાં ભાજપ લીગલ સેલના સભ્યો તથા હોદેદારો જમીની કાર્યકર્તા તરીકે તમામ વકીલોનું ખડેપગે કામ કરતા હોય વકીલોમાં અતિલોકપ્રિય બનેલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લીગલ સેલનું પણ સમર્થન મળી રહ્યુ છે. ભાજપ લીગલ સેલ કોર્ટમાં મોટી સંખ્યામાં સભ્યબળ ધરાવતી સંસ્થા છે અને વકીલો સાથે ખંભેખંભો મિલાવી સુખ-દુઃખના સાથીદાર હોય સ્વ. અભયભાઈ ભારદ્વાજના હંમેશથી આશિર્વાદ રહેલા હોય વકીલ આલમમાં લીગલ સેલ તાકતવાર સંસ્થા છે. આજનું વાતાવરણ જોતા સમરસ પેનલનું એકતરફી જોર હોય સમરસ પેનલના તમામ ઉમેદવારોનો મોટા માર્જિનથી વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે અને તમામ સિનીયર-જુનિયર વકીલોનું પ્રચંડ સમર્થન મળી રહેલ છે. પ્રસ્તુત તસ્વીરમાં ધારાશાસ્ત્રીઓ સર્વશ્રી દિલીપભાઈ પટેલ, જયેશભાઈ બોઘરા, હિતેષભાઈ દવે, સી.એચ. પટેલ, સમીરભાઈ ખીરા, આર.ડી. ઝાલા, રાજભા એચ. ઝાલા, ડી.ડી. મહેતા, વિજયભાઈ ભટ્ટ, પ્રતિકભાઈ રાજ્યગુરૂ, કેતનભાઈ મંડ, મહિપાલભાઈ સબાડ, પાર્થ પીઠડીયા, હરેશભાઈ પરસોંડા, અંશભાઈ ભારદ્વાજ, અશ્વિનભાઈ શેખલીયા, વિજયભાઈ તોગડીયા, સી.એમ. પટેલ, તુષારભાઈ બસલાણી, હેમાંગભાઈ જાની, રમેશભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પટેલ, કુલદીપભાઈ રામાનુજ, કમલેશ કોડીવાર, વિમલભાઈ ડાંગર તેમજ પ્રમુખપદે જીજ્ઞેશભાઈ જોશીએ ફોર્મ ભર્યુ તે સમયની તસ્વીરમાં અશોકસિંહ વાઘેલા સહિતના નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)