Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોઠારિયા સોલવન્ટ ગણેશ સોસાયટીમાંથીઅપહૃત ૧પ વર્ષના સગીરની શોધખોળ

પાંચ મહિના પહેલા સગીર રમવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયો’તોઃ આજીડેમ પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૬ : શહેરના કોઠારિયા સોલવન્ટ પાસે ગણેશ સોસાયઇટીમાં રહેતો ૧પ વર્ષનો સગીર પાંચ મહિના પહેલા રમવા જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા આજીડેમ પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ ગણેશ સોસાયટીમાં રહેતો ૧પ વર્ષનો સગીર નિતેષ ગત તા. ૬/૮ ના રોજ રમવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. સાંજ સુધી સગીર પરત ન આવતા તેના પરિવારજનોઍ આસપાસ તથા સગા સંબંધીઅોને ત્યાં તપાસ કરતા સગીર મળી ન આવતા આજીડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સગીરના પિતા વિનોદભાઇ રમેશભાઇ નામદેવની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી પી.ઍસ.આઇ. આર. વી. કડછાઍ તપાસ હાથ ધરી છે.

સગીરે બ્લુ કલરનું ડીઝાઇનવાળું જીન્સનું પેન્ટ તથા આછા દુધીયા કલરનો આખી બાંયનો શર્ટ પહેરેલ છે. જા કોઇને આ સગીર જાવા મળે તો આજીડેમ પોલીસ સ્ટેશન ફોન નં. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:49 pm IST)