Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કરણ પર મોટા ભાઇ અર્જુને પથ્‍થરમારો કરી માર માર્યો

ભાભા ગેસ્‍ટ હાઉસ પાસે માથાકુટ થઇ

રાજકોટ તા. ૬: ત્રિકોણબાગ નજીક ભાભા ગેસ્‍ટ હાઉસ પાસે ફૂટપાથ પાસે રહેતાં અને ખાનગી બસોમાંથી પાર્સલ ઉતારવાની મજૂરી કરતાં કરણ બાબુભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.વ.૧૮) ઉપર તેના જ મોટા ભાઇ અર્જુને પથ્‍થરમારો કરી ઢીકાપાટુનો માર મારતાં તેને ફઇના દિકરા ભરતભાઇએ સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડતાં ચોકીના હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. બંને ભાઇઓ વચ્‍ચે નજીવી વાતે બોલાચાલી થતાં આ મારામારી થયાનું જણાવાયું હતું.

 

(11:46 am IST)