Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજકોટમાં વૃધ્‍ધાઓને ખોટી ઓળખ આપી સોનાના દાગીના ઓળવનાર જૂનાગઢનો શખ્‍સ પકડાયો

ક્રાઇમબ્રાંચના વાય.બી.જાડેજાની રાહબરીમાં પી.એસ.આઇ. કે.ડી.પટેલની ટીમને સફળતા : નિમીષ ઉર્ફે નૈમીષ રાજકોટ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, વેરાવળ, પોરબંદર, સોમનાથમાં દસ ગુન્‍હામાં સામેલ

રાજકોટ તા. ૬ : શહેરના ગોંડલ રોડ, ગીતાનગર અને દોઢસોફટ રોડ, ટેલીફોન એકસચેન્‍જ પાસે જે.કે.સ્‍કુલ વાળી શેરીમાં વૃધ્‍ધાઓને ટાર્ગેટ બનાવી તમારા ગામનો જ વતની હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઇ સોનાની બંગડી ઓળવી લેનાર જુનાગઢના શખ્‍સને ક્રાઇમબ્રાંચે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ ગીતાનગર શેરી નં.૮માં અને દોઢસો ફુટ રોડ પર ટેલીફોન એકસચેન્‍જ પાસે આવેલી જે. કે. સ્‍કુલ વાળી શેરીમાં એમબે વૃધ્‍ધાને ‘તમારાજ ગામનો છું' અને પરિચિત હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઇ જુનાગઢના શખ્‍સે બે વૃધ્‍ધાની સોનાની બંગડી ઓળવી જઇ છેતરપીંડી આચરતા માલવીયાનગર અને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી આ ગુન્‍હાનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ.વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી.પટેલ સહિતના સ્‍ટાફે સીસીટીવી કુટેજ તથા અગાઉ છેતરપીંડીના ગુન્‍હામાં પકડાયેલા શખ્‍સોને ચેક કરી તપાસ શરૂ કરી હતી. દરમ્‍યાન આ શખ્‍સ લીમડા ચોક પાસે હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ વિજયરાજસિંહ જાડેજા, કોનસ વિજયભાઇ મેતા અને શૈલેષભાઇ નેચડાને બાતમી મળતા લીમડા ચોક શાષાીમેદાન નજીક સુલભ શૌચાલય પાસેથી નીમીષ ઉર્ફે નૈમીષ રસીકલાલ પુરોહીત (ઉ.વ.પર) (રહે. વેદાંત એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૩૦પ દોલતપરા જુનાગઢ)ને પકડી લઇ આઠ સોનાની બંગડી કબ્‍જે કરી હતી. નીમીષ ઉર્ફે નૈમીષ અગાઉ ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, પોરબંદર, વેરાવળ, રાજકોટ અને ગીર સોમનાથમાં વૃધ્‍ધાઓને છેતરવાના ગુનામાં પકડાઇ ચુકયો છે. પોલીસની પુછપરછમાં રૈયા રોડ, આલાપ ગ્રીન સીટીની પાછળ અમૃત પાર્કમાં રહેતા વૃધ્‍ધાને ટેલીફોન એકસચેન્‍જ પાસે આવેલી જે.કે.સ્‍કુલ પાસે અને ગોંડલ રોડ પર ગીતાનગર શેરી નં. ૮ માં રહેતા વૃધ્‍ધાને ‘તમારા ગામનો છું મારા ઘેર પ્રસંગ છે તમે પહેરેલી સોનાની બંગડી તેજ ડીઝાઇનવાળી બંગડી મારે બનાવવી છે'નમુના માટે તમારી બંગડી આપો પરત આપી જઇશ તેમ વિશ્વાસમાં લઇ વૃધ્‍ધાની આઠ બંગડી ઓળવી ગયો હોવાની કબુલાત આપી હતી. આ કામગીરી પી.એસ.આઇ. કે.ડી.પટેલ, હેડ કોન્‍સ. રણજીતસિંહ , વિજયરાજસિંહ, મયુરભાઇ, કોન્‍સ. વિજયભાઇ, કુલદીપસિંહ અને શૈલેષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(1:31 pm IST)