Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

બિહારના ભૂલા પડેલ કિશોરનું માતા-પિતાસાથે મિલન કરાવતી શાપર-વેરાવળ પોલીસ

હોસ્‍ટેલમાં જવું ન હોય ટ્રેન મારફતે બિહારથી શાપર આવી ગયો'તો...

તસ્‍વીરમાં કિશોરના માતા-પિતા સાથે શાપર-વેરાવળ પોલીસનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ૬: બિહારથી ભૂલા પડેલા કિશોરનું માતા-પિતા સાથે શાપર-વેરાવળ પોલીસે મિલન કરાવ્‍યું હતું. કિશોરને માતા-પિતા હોસ્‍ટેલમાં બેસાડવા માંગતા હોય પણ કિશોરને હોસ્‍ટેલમાં જવું ન હોય ટ્રેન મારફતે શાપર આવી ગયો હતો.

શાપર-વેરાવળના પી.એસ.આઇ. એસ. જે. રાણા તથા આર. વી. ભીમાણી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર શાપર (વેરાવળ) પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન શાપર વેરાવળ ખાતેથી એક કિશોર ઉ.વ. ૧પ વાળો મળી આવતા તેની પુછપરછ કરતા તેને માતા-પિતા હોસ્‍ટેલમાં બેસાડવા માંગતા હોય પરંતુ તે હોસ્‍ટેલમાં જવા માંગતો ન હોય જેથી ટ્રેન મારફત શાપર વેરાવળ ખાતે આવી ગયેલ હોય જે કિશોરને જમવાની વ્‍યવસ્‍થા કરી આપી અને બાળકના માતા-પિતા કયાં રહે છે. તપાસ કરાવતા બાળક પોતાનું નામ રાહુલ સ/ઓફ જનેશ્‍વર દાસ, ઉ.વ. ૧પ, રહે. ધંધેલા, પોસ્‍ટે.-સન્‍ડા, થાના-ટિકારી, તા.-મોઉ, જી-ગયા, બિહાર રાજય વાળો હોવાનું જણાવતા તેઓના વાલીનો સંપર્ક કરી તેના કિશોરને કબ્‍જો લેવા માટે જાણ કરેલ અને તેના વાલી-વારસ અને સગા સબંધી બિહારથી આવે ત્‍યાં સુધી કિશોરને સ્‍પેશીયલ હોમ ફોર બોયઝ, જામનગર રોડ, રાજકોટ ખાતે સાળ-સંભાળ માટે રાખેલ ત્‍યાં કિશોરના પિતા આવેલ હોય મેળાપ કરાવી તેઓને સોંપી આપેલ છે.

આ કાર્યવાહી શાપર-વેરાવળ પો. સ્‍ટે.ના પો. હેડ કોન્‍સ. મુકેશભાઇ ડાભી, પો. કોન્‍સ. વિરમભાઇ ભીંભા, પો. કોન્‍સ. અશ્‍વીનભાઇ બારૈયા તથા પો. કોન્‍સ. ગૌતમભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.

(1:36 pm IST)