Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજકોટમાં ધીમે- ધીમે ઠંડીની જમાવટઃ ૧૩.૭ ડીગ્રી

ગરમવષાોમાં નજરે પડતા શહેરીજનોઃ આવતા દિવસોમાં પારો ગગડશે

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર- ગુજરાતમાં ઠંડી ધીમે- ધીમે જોર પકડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ૧૫ ડીગ્રી આસપાસ ઘુમતો પારો હવે ૧૪ ડીગ્રી નજીક નોંધાઈ રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડીમાં ક્રમશ વધારો થતો જશે તેમ હવામાન શાષાીઓનું માનવું છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે ૧૩.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

શહેરમાં ગઈકાલે ૧૪ ડીગ્રી તાપમાન નોંધાયેલ. જેમાં આજે આંશિક ઘટાડો થયો છે. વહેલી સવારે અને રાત્રીના સમયે ઠાર સાથે ઠંડીનો અનુભવ વધુ જોવા મળી રહ્યો છે. શહેરીજનો ગરમવષાોમાં જ જોવા મળે છે.

દરમિયાન સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતભરમાં ઠંડીની જમાવટ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોઈ- કોઈ સેન્‍ટરોમાં પારો સિંગલ ડીજીટમાં જોવા મળી રહ્યો છે.

હવામાન શાષાીઓના જણાવ્‍યા મુજબ ઠંડીમાં વધારો જોવા મળશે. પહાડી પ્રદેશોમાં હીમવર્ષા થશે જેની અસરથી રાજયમાં ઠંડા પવન ફૂંકાતા જોવા મળશે.(૩૦.૫)

૧૧મીથી માવઠાની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્‍ટમ્‍સ ઉભી થઈ રહી હોવાથી ઠંડીમાં માવઠાની આગાહીઃ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચારઃ ૧૧ થી ૧૫ ડિસેમ્‍બર વચ્‍ચે ઠંડીમાં વધારાની સાથે માવઠાની થઈ છે આગાહીઃ રાજયના કેટલાક વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડી શકે

(1:38 pm IST)