Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સાંઢીયા પુલ 'સીધો' થશે : નવી ડિઝાઇન તૈયાર : ડીપીઆર રેલ્વેમાં રજૂ

હાશ... આખરે દાયકાઓની ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત : રેલ્વેની મંજુરી બાદ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે : પ૪ કરોડના ખર્ચે ટુ લેનમાંથી ફોર લેનનો બનશે

રાજકોટ તા. : શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ પહોળો કરવા મનપા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ૫૪ કરોડના ખર્ચે ફોર લેન બ્રીજ બનાવાશે. બ્રીજની નવી ડિઝાઇન તૈયાર કરી રેલ્વેમાં રજુ કરવામાં આવી છે. રેલ્વેની મંજુરી બાદ ટુંક સમયમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.

મનપાના બજેટમાં અનેક વખત સમાવવામાં આવેલા અને કયારેય યોજના તરીકે હાથ પર લેવામાં નહીં આવેલા સાંઢીયા પુલ રીનોવેશનની યોજના ફરી તંત્રના દિમાગમાં પ્રગટ થઇ છે. ભુતકાળમાં અનેક વખત સર્વે અને રીપેરીંગ કરાયા છે. રેલવેએ બ્રીજને જોખમી જાહેર કર્યો છે. પરંતુ સરકાર અને કોર્પો. ઉપયોગ માટે કોઇ જોખમ નહીં હોવાનું કહ્યું હતું અને સરળતાથી વાહન વ્યવહાર પસાર થઇ રહ્યો છે.

દરમ્યાન બ્રીજના નવનિર્માણની ડિઝાઇન તૈયાર થઇ ગઇ છે. ૫૪ કરોડના ખર્ચે પ્રોજેકટ ટુ લેનમાંથી ફોર લેન કરવાની વિચારણા છે. માટેનો ડીપીઆર રેલ્વેમાં મોકલાયો છે. હાલ બ્રીજની પહોળાઇ મીટર છે તે ૧૬ મીટર કરવામાં આવશે. તો બ્રીજની લંબાઇ ૬૦૦ મીટર કરવામાં આવશે. રેલવે સાથે પણ સંકલન કરવાનું થશે.

હાલ  ડિઝાઇન રેલ્વેમાં  મોકલાયેલી હોય, મંજુરી બાદ તુરંત કામના ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી શકયતા સુત્રોએ વ્યકત કરી હતી

(3:29 pm IST)