Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સગીરાના અપહરણ - પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૬ : રાજકોટના ચકચારી અપહરણ અને પોકસોના ગુન્‍હામાં આરોપીને બી ફોર ચાર્જસીટ જામીન મુકત કરતી સ્‍પે. પોકસો સેશન્‍સ કોર્ટ રાજકોટમાં રહેતા ફરીયાદીએ પોતાની ૧૭ વર્ષ ૬-મહીનાની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરજાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટના માલવીયા નગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી હતી જે ગુન્‍હા અનુસંધાને આરોપી અક્ષય સંજયભાઈ વખેચાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવલે અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવેલો જેને સેસન્‍સ કોર્ટ (પોકસો કોર્ટ) દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ભોગ બનનારના પીતાએ પોતાની પુત્રી સાથે રાત્રીના ૯ વાગ્‍યાની આસપાસ ભોજનની તૈયારી કરતા હતા ત્‍યારે ફરીયાદીની પુત્રીએ તેમના પીતાને કહેલ કે હું થોડીવારમાં આવુ છું તેમ કહી અમારા ફળીયામાં રહેલ સી.ડી.પાસે થઈ ઘરની બહાર ગયેલ હતી બાદમાં આશરે ૧૦ થી ૧પ મીનીટ જેટલો સમય પસાર થયેલ તેમ છતા ફરીયાદીની પુત્રી ઘરમાં આવેલ નહી જેથી ઘરના લોકોને ફરીયાદીએ પુત્રી ગુમ થયાની હકીકત જણાવેલ જેથી ફરીયાદીએ પોતાની રીતે તપાસ કરતા અક્ષય સંજયભાઈ વખેચા જ ભોગ બનનારનેં લગ્ન કરવાની લાલચ આપી દુષ્‍કર્મ કરવાના અપહરણ કરી ગયેલાની હકીકત ઘ્‍યાનમાં આવતા જેથી આ કામના ફરીયાદીએ બનાવ અંગેની ફરીયાદ આપેલ હતી જેના અનુસંધાને રાજકોટના માલવીયાનગર પોલીસ દ્વારા આરોપી અક્ષય સંજયભાઈ વખેચાની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને રાજકોટના સ્‍પે. પોકસો કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો.

આરોપી દ્વારા જામીન ઉપર છુટવા માટે સેશન્‍સ અદાલતમાં જામીન અરજી ગુજારેલ હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બન્‍ને પક્ષકારો વચ્‍ચે થયેલ દલીલો અને રજુઆત તેમજ મૌખીક તેમજ લેખીત પુરાવાને ઘ્‍યાનમાં લઈ સ્‍પે.પોકસો સેશન્‍સ કોર્ટે દ્વારા આરોપી અક્ષય સંજયભાઈ વખેચાને રેગ્‍યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ તરંગ એમ. બાલધા, નીખીલ જે.ધમાણી તથા વિમલ બી. અકબરી રોકાયેલ હતા.

(3:31 pm IST)