Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મેડીકલેઇમ અંગે રૂા. દોઢ લાખ વ્‍યાજ સહિત ચુકવવા ગ્રાહક તકરાર કમિશને આપેલ ચુકાદો

રાજકોટ તા. ૬ : કોરોના મહામારી પુવે વિમા કંપનીઓએ ગ્રાહકો પાસેથી કોરોના કવચ અને કોરોના રક્ષકના નામની પોલીસી ગ્રાહકો પાસેથી ઉતરાવી કરોડોનું પ્રમિયમ એકત્ર કરેલ હતુ પંરતુ જયારે કોરોનાની બીજી લહેરમાં મહામારી સર્જાઈ અને વિમા કંપની સમક્ષ જયારે ગ્રાહકોએ કલેઈમ મુક્‍યા ત્‍યારે નત-નવા બહાના બતાવી વિમા કંપનીએ ગ્રાહકોને કલેઇમની રકમ ચુકવેલ નથી. તેવોજ એક કિસ્‍સો રાજકોટના ભાવિન ચીમનલાલ ઘેલાણી માં થયેલ હતો તેમને ઓરીએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપની લી. માંથી રૂા. ૧,૫૦,૦૦૦ની કોરોના રક્ષક પોલીસી લીધેલ હતી ત્‍યારબાદ તેમને સ્‍વાસ્‍થ સંબધે તકલીફ ઉભી થતા કોવિડ-૧૯ રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ લેબોરેટરીમાં કરાવેલ હતો. જે રીપોટ પોઝીટીવ આવતા તેમણે ગોકુલ હોસ્‍પિટલની હોમ કેર ટ્રીટમેન્‍ટ લીધેલ હતી પરંતુ ત્‍યારબાદ તેમને શ્વાસ સંબધેની તેમજ તાવ - નબળાઈ અને અન્‍ય તકલીફ જણાતા તબીબી અભિપ્રાય મુજબ કોવીડ- ૧૯ની સારવાર માટે તા. ૧૯/૦૪/૨૦૨૧ થી તા. ૨૫/૦૪/૨૦૨૧ સુધી બી.ટી. સવાણી કીડની હોસ્‍પિટલમાં ઈન્‍ડોર પેશન્‍ટ તરીકે દાખલ થયેલ હતા જયા કોવીડ-૧૯ ની સારવાર કરવામાં આવેલ હતી અને તા. ૨૫/૦૪/૨૦૨૧ ના રોજ હોસ્‍પિટલ માંથી રજા આપવામાં આવેલ હતી. તેમને સારવારમાં કુલ રૂા. ૨,૦૯,૦૫૫ નો ખર્ચ થયેલ હતો, ત્‍યારબાદ ક્‍લેઇમની રકમ મેળવવા તેમને વિમા કંપનીમાં કાગળો રજુ કરેલ પંરતુ વિમા કંપનીની ટીપીએ એ સ્‍વંયપ્રેરીત અને મનસ્‍વી રીતે તાઃ૦૪/૧૦/૨૦૨૧ ના પત્રથી ક્‍લોઝ નંબર ૮-૧ એટલે કે ‘મીસરીપ્રેશન્‍ટેશન, મીસ-ડીસ્‍ક્રિપશગન ઓર નોન-ડીસ્‍ક્‍લોઝર ઓફ એની મટીરીયલ ફેકટ'ની તર્કહીન અને પાયાવિહોણી હકીકત જણાવી તેમને રીજેકશન લેટર મોકલેલ હતો. જ રીજેકશન લેટરમાં એવું જણાવવામાં આવેલ છે કે તેમને પોલીસી લીધા પુવે ડાયાબીટીસ અને બ્‍લ્‍ડ પ્રેશર હોવાની હકીકત પોલીસી લીધી ત્‍યારે જણાવવામાં આવેલ નથી તેથી ક્‍લેઈમ રીજેકટ કરવામાં આવે છે.

 એડવોકેટ શૈલેન્‍દ્રસિંહ આર.જાડેજા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં તર્કબધ્‍ધ દલીલ કરવામાં આવેલ અને નામદાર નેશનલ કન્‍સ્‍યુમર ડીપોઝીટ રીડ્‍સલ કમીશન તથા હાઈકોટના ચુકાદા ધ્‍યાને લઇ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમીશન દ્વારા નોંધવામાં આવ્‍યુ કે પ્રથમ તો ટીપીએ ને ક્‍લેઇમ રીજેકશનનો નિર્ણય લેવાનો કોઇ સતા કે અધિકાર નથી તેમજ પ્રવતેમાન સમયમાં ડાયાબીટીસ અને બ્‍લ્‍ડપ્રેશર એ લાઇફ સ્‍ટાઈલ ડીસીઝ છે તે જાહેર ન કરવા માત્રથી મટીરીયલ ફેકટસ સપ્રેસ થયેલ હોવાનું માની કે વાંચી શકાય નહી. આથી વિમા કંપની રકમ ચુકવવા માટે જવાબદાર છે. જે હકીકતો ધ્‍યાને લઈ ભાવિન ચીમનલાલ ઘેલાણી ને સમઇન્‍સ્‍યોર્ડની રકમ રૂા. ૧,૫૦,૦૦૦નો ક્‍લેઇમ ૬% વ્‍યાજ તથા રૂા. ૫,૦૦૦ પાંચ હજાર ખર્ચ સાથે ગ્રાહક તકરાર નિવારણ કમીશન-મુખ્‍ય દ્વારા ફરીયાદ મંજુર કરેલ હતી.

ફરીયાદી ભાવિન ચીમનલાલ ઘેલાણી વતી એડવોકેટ શૈલેન્‍દ્રસિંહ આર.જાડેજા, કેતન વી. જેઠવા, સંદિપ આર.જોષી તથા શુભમ આર.જોષી રોકાયેલ હતા.

(3:33 pm IST)