Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજકોટ રેલવે ડીવીઝનમાં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી

રાજકોટઃ ભારત રત્‍ન ડો.બી.કે. આર. આંબેડકરના ૬૭માં મહાપરિનિર્વાણ દિવસની રાજકોટમાં ડીઆરએમ કચેરીના પ્રાંગણમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બાબાસાહેબનું અવસાન ૬ ડિસેમ્‍બર, ૧૯૫૬ ના રોજ થયું હતું, જે દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈને બંધારણના ઘડવૈયા અને તેને તૈયાર કરવામાં અનોખું યોગદાન આપનાર ડો. આંબેડકરને પુષ્‍પાંજલિ અને દીપ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અન્‍ય અધિકારીઓ અને કર્મચારીઓએ પણ બાબાસાહેબના ફોટાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી મનીષ મહેતા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલવે અધિકારીઓ, ટ્રેડ યુનિયન, SC/ST અને ઓબીસી એસોસિએશન ના પ્રતિનિધિઓ અને રેલવે કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

(3:39 pm IST)