Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

શિયાળામાં એક અંજીર શરીર માટે ખૂબ ગુણકારી

ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળુ ખરાબ થવું, શરદી-ખાંસીની અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ ફળ છે. તાજા અંજીરમાં વિટામીન એ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. અંજીર એક સ્‍વાદિષ્‍ટ, સ્‍વાસ્‍થ્‍યદર્ધક અને ખૂબ જ ઉપયોગી ફળ છે. વૈજ્ઞાનિકો અનુસાર અંજીરના ડ્રાયફ્રુટમાં કાર્બોહાઇડ્રેટ ૬૩ ટકા,  પ્રોટીન ૫.૫ ટકા, સેલ્‍યુલોઝ ૭.૩ ટકા, ખનિજ ક્ષાર ૩ ટકા, અમ્‍લ ૧.૨ ટકા અને પાણી ૨૦.૮ ટકા હોય છે. વિટામીન બી અને વિટામીન સી પણ હોય છે. જાણો, અંજીર ખાવાના કેટલાક ફાયદાઓ વિશે.

મહિલાઓમાં બ્રેસ્‍ટ કેન્‍સરની બિમારીઓ વધી રહી છે. મહિલાઓમાં થતા બ્રેસ્‍ટ કેન્‍સર માટે તે ખૂબ જ લાભકારી છે. દરરોજ અંજીર ખાવાથી તેનુ જોખમ ઘટી જાય છે.

અંજીરમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્‍યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે. દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજીયાતની સમસ્‍યાથી છૂટકારો મળી શકે છે.

ફેફસાંના રોગમાં પાંચ અંજીર એક ગ્‍લાસ પાણીમાં ઉકાળીએ ગાળીને સવાર-સાંજ પીવુ જોઇએ.

અંજીરના સેવનથી સુકી ખાંસીની સમસ્‍યા પણ દૂર થઇ જાય છે.

- મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨૨૧૯૯૯)

(3:45 pm IST)