Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પાન-ઠંડા પીણાના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગ : લાયસન્‍સ લેવા સુચના

મનપાની ફુડ શાખા અમીન માર્ગ-ચંદ્ર પાર્ક મેઇન રોડ ઉપરના : ૧૮ વર્ષથી નીચેની વ્‍યકિતને તમાકુનું વેચાણ ન કરી શકાય તે બાબતનું બોર્ડ મારવા તાકીદઃ ચાની ભુકીના બે નમુના લેવાયા

રાજકોટ,તા. ૬ : મનપાની ફુડ શાખા દ્વારા શહેરના અમીન માર્ગ, ચંદ્ર પાર્ક મેઇન રોડ, કૃષ્‍ણનગર મેઇન રોડ ખાતેથી ખાણી-પીણી તથા પાન-ઠંડા પીણાના વેપારીઓને ત્‍યાં ચેકીંગ અને નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલીકાના ફુડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે અમીન માર્ગ-ચંદ્ર પાર્ક મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણી તથા પાન ઠંડા-પીણાંનું વેચાણ કરતાં ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં તમાકુનું વેચાણ કરતા ધંધાર્થીઓને ચકાસણી દરમિયાન સ્‍થળ પર ૧૮ વર્ષથી નીચેની વ્‍યકિતને તમાકુનું વેચાણ પ્રતિબંધીત હોય તે બાબતનુ બોર્ડ લાગવવાં સુચના આપવામાં તથા ૫ પેઢીને લાઇસન્‍સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ.

જેમાં બાબા પાન એન્‍ડ કોલ્‍ડ્રિંકસ, ડીલકસ પાન એન્‍ડ કોલ્‍ંિડ્રકસ, એસ.પટેલ પાન એન્‍ડ કોલ્‍ંિડ્રકસ, સુપરશ્‍યામ ડીલકસ પાન એન્‍ડ કોલ્‍ડ્રિંકસ તથા અમ્રુતસાગર પાન એન્‍ડ કોલ્‍ંિડ્રકસને લાઇસન્‍સ મેળવવા બાબતે સુચના આપવાાં આવેલ.

નમુનાની કામગીરી

ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ ૨ નમુના લેવામાં આવેલ જેમાં ચાની ભૂકી (લુઝ) સ્‍થળ રવેચી ટી સ્‍ટોલ એન્‍ડ પાન મસાલા, રાજમોતી કોમ્‍પ્‍લેક્‍સ શોપ નં.-૧, ખાદી ભંડાર સામે, કૃષ્‍ણનગર મેઇન રોડ, રાજકોટ તથા ચા (પ્રિપેર્ડ-લુઝ) સ્‍થળ શકિત હોટલ રાજમોતી કોમ્‍પ્‍લેકસ શોપ નં. ૧૧  ખાદી ભંડાર સામે, કૃષ્‍ણનગર મેઇન રોડ ખાતેથી નમુના લેવામાં આવેલ.

(3:52 pm IST)