-
‘મિશન મજનૂ' અને છત્રીવાલી આજથી ઓટીટી પર થઇ રિલીઝ access_time 10:34 am IST
-
૯૦ ના દાયકાના સ્ટાર્સ ધીમે ધીમે પડદાથી દુર થઇ ગુમનામીમા સરી પડયા access_time 5:39 pm IST
-
અમેરિકામાં ગેસની સગડી પર પ્રતીબંધ મુકવાની થઇ રહી છે તૈયારી access_time 7:50 pm IST
-
વિરાટ કોહલીને રવિ શાસ્ત્રીની ગજબ સલાહ, કહયુ–સફળતા ઇચ્છતો હોય તો ત્રીજી વન–ડે છોડી દેવી જાઇઍ access_time 4:58 pm IST
News of Tuesday, 6th December 2022
નાડોદાનગરમાં સપનાબેન પરમારને પડોશી અમરશીએ ગડદાપાટુ માર્યા
રૂમમાંથી પંખો લઇ જવા મામલે ડખ્ખો

રાજકોટ તા. ૬: કોઠારીયા રોડ પર નાડોદાનગર-૫માં રહેતાં સપનાબેન મનિષભાઇ પરમાર (ઉ.૩૫)ને બાજુની શેરીમાં જ રહેતાં અમરશી નામના શખ્સે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.સપનાબેનના પતિ મનિષ પરમારના કહેવા મુજબ અમે દુધીમાની માલિકીના રૂમમાં ભાડેથી રહીએ છીએ. અમે રહેવા આવ્યા ત્યારે રૂમમાં મકાન માલિકનો પંખો હતો. અમે અમારો પંખો વાપરતાં હતાં. મકાન માલિકનો પંખો પડોશી અમરશી રૂમમાંથી લઇ જતાં તે બાબતે અમે ઘરધણીને જાણ કરી દેતાં માથાકુટ કરી હુમલો કરવામાં આવ્યો હતો.
(4:23 pm IST)