Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ડો. બાબા આંબેડકરજીની જય હો : સ્‍વયમ સૈનિક દળના સૈનિકો દ્વારા પુષ્‍પાંજલી અર્પણ

રાજકોટ : બંધારણના ઘડવૈયા એવા શ્રી ડો. બાબા સાહેબ આંબેડકર પરીનિર્વાણ દિવસ નિમિતે આજે શહેરના હોસ્‍પિટલ ચોકમાં આવેલ ડો. બાબા આંબેડકરની વિશાળ કદની પ્રતિમાને સ્‍વયમ સૈનિક દળના સૈનિકો દ્વારા પૂષ્‍પાંજલી અર્પણ કરી સલામી અપાઇ હતી. રાજયના અલગ અલગ જિલ્લાઓમાં સ્‍વયમ સૈનિક દળ દ્વારા આવા કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા. જેના ભાગરૂપે રાજકોટના કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત દળના સૈનિક ભાઇ બહેનો નજરે પડે છે.

(3:56 pm IST)