Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજકોટની આઠ વિધાનસભામાં અત્યાર સુધીમાં આશરે ૭૫૦૦ જેટલા ટપાલ મતપત્ર આવ્યા

ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ મોકલેલા પોસ્ટલ બેલેટની આવક ચાલુ

રાજકોટ:રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર સરેરાશ ૬૦.૬૨ ટકા મતદાન થયું છે. જ્યારે સરકારી કર્મચારીઓ ઉપરાંત ૮૦ વર્ષથી વધુ ઉંમરના બુઝુર્ગો તેમજ દિવ્યાંગ મતદારોએ ટપાલથી જે મતો આપ્યા છે, તે મત હાલ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ સમક્ષ આવી રહ્યા છે. જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં અત્યાર સુધીમાં આશરે ૭૫૪૫ ટપાલ મત પત્રો આવ્યા છે. હજુ પણ ટપાલથી મતો આવવાનું ચાલુ છે.

૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં આશરે ૬૬૦ ટપાલ મતપત્રો આવ્યા છે. જ્યારે ૬૯-રાજકોટ પશ્ચિમમાં કુલ ૧૬૧૩ ટપાલ મતપત્રો આવ્યા છે. ૭૦-રાજકોટ દક્ષિણમાં ૫૦૪ તો ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૮૯૧ ટપાલ મતપત્રો આવેલા છે. ૭૨-જસદણમાં ૪૮૮ તો ૭૩-ગોંડલમાં ૧૦૮૭ ટપાલ મતપત્રો પ્રાપ્ત થયા છે. ૭૪-જેતપુરમાં ૭૮૧ તો ૭૫-ધોરાજીમાં ૧૫૨૧ ટપાલ મતપત્રો ચૂંટણી અધિકારીને પ્રાપ્ત થયા છે.

(12:53 am IST)