Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મતગણતરી કામગીરી અંગે વીડિયો કોંફરન્સના માધ્યમથી સર્વગ્રાહી સમીક્ષા કરતાં કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હૃદયેશકુમાર

દરેક જિલ્લાઓની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતાં નાયબ ચૂંટણી કમિશ્નર હૃદયેશકુમાર

રાજકોટ :ગુજરાત રાજ્યમાં તા. ૧ અને ૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ની મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જે અન્વયે તા. ૮ ડિસેમ્બરના રોજ થનાર મતગણતરી કેન્દ્રની કામગીરી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હૃદયેશકુમાર અને મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીની ઉપસ્થિતિમાં વીડિયો કોંફરન્સ યોજાઈ હતી. જેમાં નાયબ ચૂંટણી કમિશનર હૃદયેશકુમારે દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, પોલીસ કમિશ્નરઓ અને પોલીસ અધિક્ષકઓ પાસેથી મતગણતરી કેન્દ્ર પરની સુરક્ષા વ્યવસ્થાઓ સાથેની અન્ય કામગીરી અંગેની જાણકારી મેળવી હતી. તેમજ સર્વગ્રાહી સમીક્ષા કરીને દરેક જિલ્લાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વીડિયો કોન્ફન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર ઉપસ્થિત રહ્યા હતા

(12:55 am IST)