Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રાજકોટની ઐતિહાસિક કડવીબાઇ વિરાણી કન્‍યા વિદ્યાલયમાં ‘ગાંધી વંદના' સ્‍વરાંજલિ-સ્‍મરાંજલિ કાર્યક્રમ

ગાંધી-મૂલ્‍યો-વિચારોને વરેલાં : દરબાર ગોપાળદાસ દેસાઈ, ભક્‍તિબા, ઢેબરભાઈ, વજુભાઈ શાહ અને જયાબેન શાહની પુણ્‍યસ્‍મૃતિમાં આ પ્રેરક આયોજન કરાયું હતું. નવી પેઢીમાં રાષ્ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તેમજ આપણી ગૌરવવંતી સંસ્‍કૃતિ, સાહિત્‍ય, સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન, ગ્રામ સ્‍વરાજ મંડળ તથા વલ્લભ કન્‍યા કેળવણી મંડળ દ્વારા આ વિશેષ આયોજન કરાયું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત દરબાર ગોપાળદાસ દેસાઈ-ભક્‍તિબાના અમેરિકા સ્‍થિત ૯૩-વર્ષીય ડોકટર પુત્ર ડો. બારીન્‍દ્રભાઈ દેસાઈ, પૌત્ર માર્ક બારીન્‍દ્રભાઈ દેસાઈ, દિલ્‍હી સ્‍થિત પૌત્રી અને જાણીતાં નૃત્‍યાંગના પપીહા યોગેન્‍દ્રભાઈ દેસાઈ, પ્રપૌત્ર સંભવ ધીરેન્‍દ્રભાઈ દેસાઈ, વજુભાઈ શાહ-જયાબેન શાહના અમેરિકા સ્‍થિત વૈજ્ઞાનિક પુત્ર ડાઙ્ઘ. અક્ષયભાઈ શાહ, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના પૂર્વ-અધ્‍યક્ષ અને સૌરાષ્ટ્ર રચનાત્‍મક સમિતિના પૂર્વ-પ્રમુખ દેવેન્‍દ્રભાઈ દેસાઈ, ગ્રામ સ્‍વરાજ મંડળના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલિયા, સૌરાષ્ટ્ર રચનાત્‍મક સમિતિના પ્રમુખ હિંમતભાઈ ગોડા અને મંત્રી પરાગભાઈ ત્રિવેદી, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને વૈજ્ઞાનિક ડો. અનામિકભાઈ શાહ, વલ્લભ કન્‍યા કેળવણી મંડળના ટ્રસ્‍ટીઓ મધુભાઈ દોંગા, રમેશભાઈ પટેલ, પ્રફુલ્લભાઈ ગોહિલ, નિયામક હીરાબેન માંજરિયા, પૂર્વ નિયામક હેમલતાબેન રૂપાણી, ભારતીય સેનાના નિવૃત્ત કેપ્‍ટન જયદેવભાઈ જોષી, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ વિભાગ) લલિતભાઈ મોઢ, મહાત્‍મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અલ્‍પનાબેન ત્રિવેદી, ગુજરાત રાજય ખાદી અને ગ્રામોદ્યોગ સંસ્‍થા સંઘના પ્રમુખ અને સમન્‍વય (રાજકોટ)ના મંત્રી અજયભાઈ દોશી, સર્વોદય સેવા સંઘ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી, માનદ્‌ નિયામક દિલીપભાઈ શુક્‍લ, સંશોધક-લેખક રાજુલભાઈ દવે, સુરેન્‍દ્રભાઈ પટેલ (ઈંગ્‍લેન્‍ડ), આશાબેન-કૃષ્‍ણકાંતભાઈ બુચ (ઈંગ્‍લેન્‍ડ), ભરતભાઈ કારાણી (દુબઈ), આચાર્યો વર્ષાબેન ડવ, ચેતનાબેન આહ્યા, મીનાબેન શુકલ, અલ્‍પેશભાઈ જોષી, હોસ્‍ટેલ વિભાગના નીતાબેન ચૌહાણ, ડો. કલ્‍પનાબેન મહેતા, જયમલભાઈ ચૌહાણ, દિપેશભાઈ બક્ષી, અનવરભાઈ ઠેબા, ડો. અનિલ દશાણી, તુષાર ભટ્ટ, પીયૂષભાઈ વ્‍યાસ, વાલજીભાઈ પિત્રોડા, જ્ઞાનદેવસિંહ રાઠોડ, શિક્ષકો, વાલીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. વિદ્યાર્થીનીઓની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ રહી હતી. ᅠ ᅠ

 ગુજરાતના ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્‍યાસએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. ઝવેરચંદ મેઘાણી કૃત રઢિયાળી રાતના પ્રાચીન લોકગીતો પર વિદ્યાર્થીનીઓ મન મૂકીને ગરબે પણ રમી હતી. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. મુકુંદભાઈ જાનીનું વાદ્ય-વૃંદ હતું. આઝાદીની લડતમાં આહુતિ આપનાર શહીદ-વીરો અને સ્‍વાતંત્ર્ય-સેનાનીઓને સ્‍મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વજુભાઈ શાહ-જયાબેન શાહની પુણ્‍યસ્‍મૃતિમાં એમના પુત્ર ડો. અક્ષયભાઈ શાહ દ્વારા અગ્રણીઓ ડો. બારીન્‍દ્રભાઈ દેસાઈ, દેવેન્‍દ્રભાઈ દેસાઈ, ધીરૂભાઈ ધાબલિયા, હિંમતભાઈ ગોડા, દિલીપભાઈ શુક્‍લ તેમજ ઐતિહાસિક કડવીબાઈ વિરાણી ક્‍ન્‍યા વિદ્યાલય સાથે સંકળાયેલાં સરોજબેન અંજારિયા, ઊર્મિલાબેન દેસાઈ, મધુભાઈ ડોંગા, હીરાબેન માંજરિયા તથા કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્‍યાસ, પંકજ ભટ્ટનું આ પ્રસંગે અભિવાદન કરવામાં આવ્‍યું હતું. જયારે પિનાકી મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનની પ્રેરણાથી પોતાના માસી જયાબેન શાહ અને માસા વજુભાઈ શાહની પુણ્‍યસ્‍મૃતિમાં વંચિત, જરૂરિઆતમંદ પરિવારોને ઉચ્‍ચ ગુણવત્તાની અનાજ-કરિયાણાની કીટ ભેટ અપાઈ હતી. ᅠ

મહાત્‍મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી દ્વારા ૨૦૧૪માં લિખિત દરબાર ગોપાળદાસ દેસાઈના જીવન-કાર્યને આલેખતું પુસ્‍તક Prince of Gujaratનો રસપ્રદ ગુજરાતી અનુવાદ એક અનોખો રાજવી - દરબાર ગોપાળદાસ દેસાઈઃ ૧૮૮૭-૧૯૫૧ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અમેરિકા સ્‍થિત સાહિત્‍ય-અભ્‍યાસુ ઈજનેર પુત્ર અશોકભાઈ મેઘાણીએ કર્યો છે. ગાંધીજી દ્વારા સ્‍થાપિત નવજીવન ટ્રસ્‍ટ દ્વારા પ્રકાશિત આ પુસ્‍તકનું વિમોચન આ અવસરે કરવામાં આવ્‍યું હતું. ડો. બારીન્‍દ્રભાઈ દેસાઈના સૌજન્‍યથી આ પુસ્‍તક ગુજરાત રાજયના ૩૦૦ જેટલી સરકારી પુસ્‍તકાલયોને ભેટ આપવામાં આવશે.

ગુજરાત સરકારની ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા આઝાદીનો અમૃત મહોત્‍સવ અંતર્ગત ગુજરાત ગૌરવગાથા શ્રેણી હેઠળ પ્રકાશિત સૌરાષ્ટ્રના સાત સ્‍વાતંત્ર્ય-સંગ્રામ તથા દરબાર ગોપાળદાસ દેસાઈ, ભક્‍તિબા, ઢેબરભાઈ એમ કુલ ૧૦ પુસ્‍તકોનો સેટ વિવિધ સંસ્‍થાઓને ભેટ અપાયો હતો.

સંકુલમાં આવેલ ઢેબરભાઈ પુસ્‍તકાલય ખાતે ડો. બારીન્‍દ્રભાઈ દેસાઈના સૌજન્‍યથી ગત વર્ષે સ્‍થાપિત મેઘાણી-સાહિત્‍ય કોર્નરની પણ સહુએ મુલાકાત લીધી હતી. ᅠ

વિશ્વભરમાં વસતાં ૨૦ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્‌મનું ઈન્‍ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ માણ્‍યું હતું

:આલેખનઃ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:01 am IST)