Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

અમરેલી જેસીંગપરામાં બે વર્ષનો તિર્થ ધતૂરાના બી ખાઇ જતા મોત

બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૭: માસુમ બાળકો ઘણીવાર     રમતાં રમતાં મુશિબત નોતરી લેતાં હોય છે. અમરેલીના જેસીંગપરામાં એક પરિવારના બે વર્ષના બાળકે રમતાં રમતાં ધતૂરાના છોડમાંથી બી ખાઇ લેતાં તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ જેસીંગપરામાં રહેતાં રવિભાઇ ધીરૂભાઇ ગોહેલ અને આરતીબેન રવિભાઇ ગોહેલનો પુત્ર તિર્થ (ઉ.વ.૨) ગઇકાલે સાંજે પાંચેક વાગ્‍યે વાડીમાં રમતો રમતો ધતૂરાના છોડમાંથી બી ખાઇ જતાં ઉલ્‍ટીઓ કરવા માંડયો હતો. પરિવારને જાણ થતાં અમરેલી હોસ્‍પિટલમાં ખસેડયો હતો અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.

પરંતુ અહિ વહેલી સવારે આ ફુલડા જેવા બાળકનું મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જુણાચે અમરેલી પોલીસને જા ણ કરી હતી.  મૃત્‍યુ પામનાર તિર્થ બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. પિતા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. લાડકવાયાના મોતથી સ્‍વજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી

(11:49 am IST)