Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

પૂનમ ભરીને આવતી વખતે નાની મોલડી પાસે બાઇક અકસ્‍માતમાં ચોટીલાના મંગુબેનનું મોત

પુત્ર રમેશભાઇ વાઘેલાનો નજીવી ઇજા સાથે બચાવઃ માતાએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૭: ચોટીલાના નાની મોલડી નજીક બાઇક સાથે બાઇક અથડાતાં ચોટીલાના માતા-પુત્ર રોડ પર ફંગોળાઇ ગયા હતાં. જેમાં માતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. માતા-પુત્ર નાની મોલડી ગામે પૂનમ ભરવા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતાં અને ત્‍યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલા મફતીયાપરામાં રહેતાં મંગુબેન ભીખાભાઇ વાઘેલા (ઉ.વ.૫૦) ગઇકાલે પુત્ર રમેશભાઇ વાઘેલા સાથે બાઇકમાં બેસી નાની મોલડી ગામે હનુમાજીના મંદિરે પૂનમ ભરવા ગયા હતાં. બંને ત્‍યાંથી પરત આવી રહ્યા હતાં ત્‍યારે મંદિર નજીક જ પાછળથી બીજુ બાઇક અથડાતાં મા-દિકરો ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી.

રમેશભાઇનો સામાન્‍ય ઇજા સાથે બચાવ થયો હતો. જ્‍યારે માતા મંગુબેનને વધુ ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.  હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જુણાચે નાની મોલડી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે.

(12:11 pm IST)