Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

શ્રી અવધુત ક્રેડીટ કો -ઓપ.સોસા.લી.ના બાકીદાર વસુલાતનો દાવો મંજુર કરતી લવાદ કોર્ટ

રાજકોટઃ અત્રેની રાજકોટની મે.લવાદ કોર્ટ સમક્ષ શ્રી અવધૂત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી. રાજકોટના બાકીદાર ગુ.વિપુલભાઇ બટુકભાઇ કુબાવતના વારસદારો તથા તેના જામીનને લોનની બાકી રકમ ચુકવવા માટે અનેક વખત ઉઘરાણી કરવા છતા નોટીસ આપવા છતા અને ગુજરનાર વારસોએ આપેલ બાંહેધરી મુજબ લોનની બાકી રકમ ચુકવેલ નહી જેથી અવધુત ક્રેડીટ કો.ઓપ.સોસા.લી.એ ગુ.વિપુલભાઇ બટુકભાઇ કુબાવત સામે સમરી પ્રોસીજરની જોગવાઇ હેઠળ સમરી સ્‍યુટ દાખલ કરેલ અને તેમાં નામ.અદાલતે લોની તથા જામીનોની તમામ સ્‍થાવર-જંગમ મીલ્‍કતમાંથી વસુલાત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છેકે, શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી.રાજકોટ તેના સભાસદો પાસેથી થાપણ મેળવીને અને જરૂરીયાતવાળા સભાસદોને ધીરાણ કરે છે. અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી.માંથી ગુ.વિપુલભાઇ બટુકભાઇ કુબાવત બે જામીનો આપીને લોન લીધેલ અને ચાલુ લોને લોની વિપુલભાઇ ગુજરી જતા તેના વારસદારો અને જામીનો પાસે લોનની ઉઘરાણી કરતા તે લોન નહી ભરતા શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી.રાજકોટ દ્વારા લોનીના વારસદારો તથા જામીનો પાસે ઉઘરાણી કરતાં, નોટીસ આપવા છતા રકમ જમા કરાવેલ નહી જેથી શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ સોસા.લી.એ તેના મેનેજરશ્રી અભીભાઇ નીમાવત મારફત સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી સતિષ દેથલીયાને રોકીને સમરી પ્રોસીજર મુજબ લવાદ કોર્ટમાં કેસ દાખલ કરેલ અને લોનીના વારસદારો તથા જામીનોની હરેક પ્રકારની મીલકતમાંથી વસુલ મેળવવા માટે હકકદાર છે તેવી દાદ માંગેલસહકારી ક્ષેત્રના એડવોકેટશ્રી સતિષ દેથલીએ કેસની હકીકતો અને વિગતો તપાસીને કાયદાકીય રજુઆત કરેલ કે, શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી. રાજકોટ મુખ્‍ય ઉદ્દેશ તેના સભાસદોમાં બચતની ભાવના ઉભી થાય અને જરૂરીયાતવાળા સભાસદને શરાફી વ્‍યાજના દરે ધીરાણ મળે તેવો છે અને સરકારશ્રી દ્વારા સહકારી કાયદામાં સુધારો કરીને સમરી પ્રોસીજરનો ઉમેરો કરવામાં આવેલ છે અને તેનો ઉદેશ ઝડપી વસુલાતનો છે. શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી. દ્વારા ગુ.વિપુલભાઇ કુબાવત ગુજરી જતા તેના વારસદારોને તેમજ તેના જામીનોને પાસેથી ઉઘરાણી કરેલ અને નોટીસ આપેલ તેમ છતા તે રકમ ભરેલ નથી જેથી કરાર મુજબ લોની તથા જામીનોની મીલકતમાંથી વસુલાત મેળવવા હકકદાર છે તેવી રજુઆત કરેલ અને વિશેષમાં એવી રજુઆત કરેલ  અને સરકારશ્રી દ્વારા સહકારી કાયદામાં સુધારો કરીને સમરી પ્રોસીજરનો ઉમેરો કરવામાં આવેલ છે અને તેનો ઉદેશ ઝડપી વસુલાતનો છે. જો દાવા કામમાં માંગ્‍યા મુજબની હુકમ કરવામાં ન આવે તો તેની અસર અન્‍ય બાકીદારી સભાસદો સામે થાય છે તેમજ સરકારશ્રી દ્વારા જે ઉદેશથી સમરી પ્રોસીજરની જોગવાઇનો ઉમેરો કરવામાં આવેલ છે તેનો કોઇ અર્થ રહેશે નહી અને વાદગ્રસ્‍ત વ્‍યવહાર સમરી પ્રોસીજરના વ્‍યાપમાં આવે છે તેવી કાયદાકીય તેમજ રેકર્ડ આધારીત રજુઆતો કરેલ અને તે રજુઆતોમાં તથ્‍યતા જણાતા જજશ્રી જે.એન.દવે સાહેબ દ્વારા ગુજરનાર લોની તથા તેના જામીનો સામેનો દાવો સાબીત માનીને તે તમામની હરેક પ્રકારની સ્‍થાવર-જંગમ મીલ્‍કતમાંથી વસુલાત કરવાનો હુકમ ફરમાવેલ છે.

 આ કામમાં શ્રી અવધુત ક્રેડીટ કો.ઓપ.સોસા.લી.વતી રાજકોટના સહકારીક્ષેત્રના એડવોકેટ સુભાષ પટેલ, સતિષ દેથલીયા સહાયક રમેશ સોલંકી રોકાયેલ છે.

 

(4:02 pm IST)