Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સંતકબીર રોડ સામે મોબાઇલમાં આઇ.ડી. પર તીનપત્તી રમતો સમીર કામદાર પકડાયો

ક્રાઇમ બ્રાંચના એભલભાઇ બરાલિયા સહિતની : બાતમી પરથી દરોડો : મોબાઇલ ફોન કબ્‍જે

રાજકોટ તા. ૭ : ભાવનગર રોડ પર સંતકબીર રોડની સામે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી. પર ઓનલાઇન તીનપત્તીનો જુગાર રમતા શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સંતકબીર રોડ સામે પીપળાવાળા ચાની હોટલથી આગળ એક શખ્‍સ મોબાઇલ ફોનમાં ઓનલાઇન જુગાર રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. એભલભાઇ, દિપકભાઇ અને હરપાલસિંહને બાતમી મળતા દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી. બનાવી ઓનલાઇન તીનપતીનો જુગાર રમતા સમીર ફારૂકભાઇ કામદાર (ઉ.વ.૩૨) (રહે. આમ્રપાલી ફાટક પાસે રામેશ્વર ચોક, શ્રીજીનગર શેરી નં. ૨)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એસ.ગરચર, એ.એસ.આઇ. સુરેશભાઇ જોગરાણા, હેડ કોન્‍સ. એભલભાઇ બરાલીયા, દિપકભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ તથા નિલેષભાઇ દ્વારા કરવામાં આવી હતી

(3:11 pm IST)