Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

શિવ હોસ્‍પિટલનો ત્રીજા વર્ષમાં પ્રવેશઃ ઓર્થોપેડિક સાથે તમામ સુપર સ્‍પેશ્‍યાલિટી વિભાગોની સારવાર .

ફ્રાન્‍સથી ઓર્થોસ્‍કોપી અને સ્‍પોર્ટસ ઇન્‍જરીનો એડવાન્‍સ ટેકનોલોજીનો અભ્‍યાસ પૂર્ણ કરતા ડો.કૌશલ પટેલ

રાજકોટઃ અહિની શિવ હોસ્‍પિટલ (મહાપુજાધામ ચોક, ૧૫૦ ફુટ રીંગરોડ) ખાતે જાન્‍યુઆરી ૨૦૨૩માં ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ કરેલ છે. હોસ્‍પિટલના ખ્‍યાતનામ ડિરેકટરો સિનીયર ઓર્થોપેડિક સર્જન ડો.શ્‍યામ ગોહિલ, ડો.કે.પી.તરાવીયા, ડો.સી.પી.રબારા, ડો.રાજેશ જાની તથા જોઇન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ સર્જન ડો. હિરેન કોઠારી, ડો.ભાવેશ સચદે અને સ્‍પાઇન સર્જન ડો.અમીષ સંઘવી દ્વારા શરૂ કરવામાં આવેલ આ હોસ્‍પિટલ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના દર્દીઓ માટે એક જ જગ્‍યાએ તમામ ઓર્થોપેડિક સારવાર મળી રહે તે માટેની શરૂ કરેલ. હવેથી શિવ હોસ્‍પિટલમાં ઓર્થોપેડિક સારવારની સાથે સાથે ફિઝિશિયન-ડો ઉમેશ વાઘેલા, ક્રિટીકલ કેર સ્‍પેશ્‍યાલીસ્‍ટ અને ઇન્‍ટેન્‍સિવીસ્‍ટ-ડો.વંદન કાનાબાર, ડો.ધ્રુવ કોટેચા, ડો.અંજના વાઢેર, મોઢા તથા જડબાના કેન્‍સરના સર્જન ડો.કામીલ રાજપરી, રૂમેટોલોજીસ્‍ટ-ડો.મોહનીશ પટેલ, ઓથ્રોસ્‍કોપી સર્જન-ડો.કૌશલ પટેલ, ડો.નીલ ગોહિલ, સ્‍પાઇન સર્જન- ડો.અમીષ સંઘવી, ન્‍યુરો સર્જન-ડો.નિધીકુમાર, જનરલ સર્જન-ડો. ધર્મેશ શાહ, પ્‍લાસ્‍ટીક સર્જન-ડો.ભૌમીક ભાયાણી, લેપ્રોસ્‍કોપીક સર્જન, હેન્‍ડ સર્જરી, પીડીયાટ્રીક ઓર્થોપેડિક સર્જન-ડો.કમલેશ દેવમુરારી, ઓર્થોપેડિક ઓન્‍કો સર્જન-ડો.મયુર કામાણી પણ ઉપલબ્‍ધ હોવાનું જણાવાયુ છે.

દર્દીઓને ઉતમ સારવાર મળી રહે તે માટે હોસ્‍પિટલમાં અદ્યતન મશીનો, કલાસ ૧૦૦ ઓપરેશન થિયેટર, હોસ્‍પિટલનો કુશળ અનુભવી સ્‍ટાફ અને દરેક નાની કે મોટી  ઉમરના દર્દીઓને ધ્‍યાનમાં રાખીને સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે. તેમજ હોસ્‍પિટલના ખ્‍યાતનામ સિનીયર ડોકટર દ્વારા કુલ સર્જરી ૩૦૦૦થી વધુ, ટોટલ ઓ.પી.ડી. ૩૦૦૦૦થી વધુ, ટોટલ આઇ.પી.ડી ૩૦૦૦થી વધુ અને કોવિડ પેશન્‍ટ ૧૫૦થી વધુને સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત સાંઘા બદલવા કે જટીલ સર્જરી માટે અદ્યતન સાધનો અને સારવાર પ્રક્રિયાઓ જેવી કે મેનેજમેન્‍ટ, આઇ.સી.યુ, એમ્‍બયુલન્‍સની સુવિધા, સીટી સ્‍કેન અને લેબોરેટરી વગેરે ઉપલબ્‍ધ છે.

તદુપરાંત નાની તેમજ મોટી કોર્પોરેટ કંપની સાથે ટાઇઅપ કરી દરેક દર્દીઓ માટે કેશલેશ ફેસીલીટી ઉપલબ્‍ધ છે. તેમજ કોર્પોરેટ કંપનીઓ સાથે કર્મચારીઓને નજીવા કે ડિસ્‍કાઉન્‍ટ દરે સેવાઓ ઉપલબ્‍ધ કરવામાં આવે છે. શિવ હોસ્‍પિટલે એક વર્ષથી ટુંકા ગાળાના સમયમાં સૌરાષ્‍ટ્રમાં સૌથી ઝડપી એનએબીએચ સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ છે.

શિવ હોસ્‍પિટલમાં ડો.કૌશલ પટેલે ધો.૧૨માં ગુજરાત બોર્ડમાં બીજો નંબર મેળવ્‍યા બાદ એમબીબીએસ તથા ઓર્થોપેડિકની ડિગ્રી અમદાવાદની પ્રખ્‍યાત બી.જે.મેડીકલ કોલેજમાંથી પ્રાપ્ત કરેલ છે. ત્‍યારબાદ તેમણે આર્થ્રોસ્‍કોપી અને સ્‍પોર્ટસ ઇન્‍જરી(ગોઠણ તથા ખભાના લીગામેન્‍ટના દુરબીનથી ઓપેરશન)નાં વધુ અભ્‍યાસ માટે મુંબઇની ખ્‍યાતનામ હિંદુજા હોસ્‍પિટલ અને પુનાની પ્રખ્‍યાત દીનાનાથ મંગેશકર હોસ્‍પિટલ ખાતે ઉચ્‍ચ શિક્ષણ મેળવેલ છે. તથા આર્થ્રોસ્‍કોપી અને સ્‍પોર્ટસ મેડિસીનના વિશ્વના પાયોનીયર કન્‍ટ્રી સાઉથ કોરિયામાં સેન્‍ટમેરી હોસ્‍પિટલ ખાતે ૬ મહિના સુધી લીગામેન્‍ટની ઇજા તથા તેની સારવાર માટે ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે.

તાજેતરમાં તેઓ આર્થ્રોસ્‍કોપી અને સ્‍પોર્ટસ ઇન્‍જરી-રમતગમતના લીધે થતી ઘૂંટણ તથા ખંભાના લીગામેન્‍ટની ઇજાઓ અને તેની સારવારની એડવાન્‍સ ટેકનોલોજીનો ફ્રાન્‍સની સેન્‍ટી ઓર્થોપેડિક હોસ્‍પિટલ ખાતે અભ્‍યાસ પૂર્ણ કરી રાજકોટ આવેલ છે. ડો.કૌશલ પટેલ ઘુંટણના લીગામેન્‍ટ ઇજા, ઘુંટણની ગાદીની ઇજા, ઘુંટણનો સાંધો બચાવવાનું ઓપરેશન(એચટીઓ), ખભાના લીગામેન્‍ટની ઇજા, ફ્રોઝન શોલ્‍ડર, ખભાનું વારંવાર ઉતરી જવું, શોલ્‍ડર રિપ્‍લેસમેન્‍ટ આ બધી તકલીફોના દુરબીનથી ઓપરેશન કરવાના નિષ્‍ણાંત સર્જન છે. આ બધી તકલીફોની સારવારનું ઉચ્‍ચ શિક્ષણ તેમણે સાઉથ કોરિયા અને ફ્રાન્‍સ ખાતે મેળવેલ છે.આ અંગે વધુ ઁિવગત માટે શિવ હોસ્‍પિટલ, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ ખાતે ૯૬૩૮૯ ૦૨૦૦૦,૯૫૧૯૫ ૨૯૫૯૫ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

(4:33 pm IST)