Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

શહેરની છ હોસ્‍પિટલોમાં ફાયર સેફટી મોકડ્રીલઃ સ્‍ટાફને તાલીમ અપાઇ

રાજકોટ : મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી શાખા દ્વારા ચીફ ફાયર ઓફીસર આઇ.વી. ખેર અને ડે. ચીફ ફાયર ઓફીસર બી.જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ છ હોસ્‍પિટલો સ્‍ટાર સિનર્જી હોસ્‍પિટલ, મવડી મેઇન રોડ, એચસીજી હોસ્‍પિટલ અયોધ્‍યા ચોક ૧પ૦ ફૂટ રીંગ રોડ, કે.જે. પટેલ હોસ્‍પિટલ, કોઠારીયા રોડ, આસ્‍થા મલ્‍ટી સ્‍પેસ્‍યાલીસ્‍ટ હોસ્‍પિટલ કુવાડવા રોડ, આસ્‍થા હોસ્‍પિીટલ કુવાડવા રોડ પ૦ ફૂટ રોડ અને સાઇનાથ હોમીયોપેથી હોસ્‍પિટલ, ગોંડલ રોડ ખાતે લોકોમાં જાગૃતતા તથા માટે ફાયર સેફટી અંગે મોકડ્રીલ તથા તાલીમનું આયોજન કરેલ.  ઉપરોકત મોકડ્રીલ દરમ્‍યાન વિવિધ ૬ હોસ્‍પિટલોમાં ડોકટર તથા નર્સીગ સ્‍ટાફ તેમજ અન્‍ય સ્‍ટાફને મનપાના ફાયર એન્‍ડ ઇમરજન્‍સી વિભાગના સ્‍ટેશન ઓફિસર એ.કે. દવે, એફ.આઇ. લુવાની, આર. એ. જોબણ, એમ.કે. જુણેજા, એ.બી. ઝાલા, એચ. પી. ગઢવી, ઇન્‍ચાર્જ સ્‍ટેશન ઓફીસર આર. પી. જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્‍ટાફ દ્વારા હોસ્‍પિટલમાં ભાગ લાગે ત્‍યારે શું કરવુ઼ અને શું ન કરવુ જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષસ્‍ટીંગ્‍યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

(3:41 pm IST)