Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સિવિલ હોસ્‍પિટલમાં પોસ્‍ટ મોર્ટમ રૂમ પાસે આગ ભભૂકીઃ ફાયર બ્રિગેડ પહોંચ્‍યુ

મેડિકલ કોલેજના છાત્રો ટોળે વળ્‍યાઃ આખરે મોકડ્રીલ જાહેર થઇ

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલના કમ્‍પાઉન્‍ડમાં પોસ્‍ટ મોર્ટમ રૂમ નજીક કેન્‍ટીન પાસે આગ ભભૂકી ઉઠતાં ફાયર  બ્રિગેડની ટીમ પહોંચી હતી અને પુઠાના જથ્‍થામાં લાગેલી આગ બુઝાવી હતી. આગ લાગવાને કારણે નજીકમાં મેડિકલ કોલેજના છાત્રો મોટી સંખ્‍યામાં કેન્‍ટીનમાં હોઇ ત્‍યાંથી બહાર દોડી આવ્‍યા હતાં. જો કે બાદમાં જાહેર કરાયું હતું કે આ મોકડ્રીલ હતી. સમયાંતરે  આ રીતે મેડિકલ કોલેજના છાત્રો અને સિવિલના સ્‍ટાફને સજાગ રાખવા આ પ્રકારે મોકડ્રીલ યોજાતી હોય છે. તેમ ઇન્‍ચાર્જ તબિબી અધિક્ષક ડો. એસ. પી. રાઠોડે જણાવ્‍યું હતું. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગનો કોલ આવતાં એક ફાયર ફાઇટર મોકલાયું હતું અને આગ બુઝાવાઇ હતી

(3:51 pm IST)