Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

રમતગમત ક્ષેત્રે રાજકોટનું ગૌરવ

રાજકોટ,તા.૭ : તાજેતરમાં પ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ સ્‍કાય બેડમીન્‍ટન એકેડમી-મોરબી તરફથી સૌરાષ્‍ટ્ર કક્ષાની બેડમીન્‍ટન સ્‍પર્ધા યોજવામાં આવેલ તેમાં રાજકોટના સીનીયર એડવોકેટ જે.ટી.ફડદુના પૌત્ર અને વિમલભાઈ ફડદુ, સત્‍યમ  પ્રોપર્ટી, રાજકોટના પુત્ર જશ (ઉ.વ.-૧૪)એ ભાગ લીધેલ. આ સ્‍પર્ધામાં જશ -થમ આવી ટ્રોફી મેળવેલ છે જે રાજકોટ માટે ગૌરવની બાબત બનેલ છે.

રાજકોટની મોરબી રોડ ઉપર આવેલ વેસ્‍ટ વુડ સ્‍કુલમાં જશ ધોરણ-૮ માં અભ્‍યાસ કરે છે. જશને સ્‍કુલના આર્ચાય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ, કુટુંબ અને સંબધીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે. આ સ્‍પર્ધામાં રાજકોટ, જામનગર, અમરેલી સહિતના શહેરના વિદ્યાથીઓએ ભાગ લીધેલ.

(3:51 pm IST)