Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વેરા શાખા ત્રાટકીઃ અડધા દિ'માં ૧.ર૦ કરોડની વસુલાત

મનપાની મિલ્‍કત વેરા બાકીદારો સામે લાલઆંખ : શહેરના કાશી વિશ્વનાથ પ્‍લોટ, મોરબી રોડ, ભાવનગર રોડ, કાલાવડ રોડ, બસ

પોર્ટ, તિરૂપતીનગર સહીતના વિસ્‍તારમાં કાર્યવાહી

રાજકોટ તા. ૭ :.. મનપાની વેરા વસુલાત શાખા દ્વારા આજે કુલ ૩૦ મિલ્‍કતોને સીલ કરેલ તથા પ૬ મિલ્‍કતોને ટાંચ જપ્‍તી નોટીસ આપવામાં આવેલ જયારે રૂા. ૧.ર૦ કરોડની રીકવરી કરવામાં આવી હતી. મનપાની સતાવાર યાદી મુજબ વર્ષ ર૦રર-ર૩ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં વોર્ડ નં. ર માં કાશી વિશ્વનાથ પ્‍લોટમાં રહેણાંક ર-યુનિટના બાકી માગણા સામે નોટીસ આપેલ.

વોર્ડ નં. ૭ માં શાષાી મેદાન પાસે આવેલ ૮ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં- ૧૩ સપના ફોર્જીગના બાકી માંગણા સામે નોટિસ આપેલ.

આમ આજે અડધા દિવસમાં સે.ઝોન દ્વારા કુલ -૧૧ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૨-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૩૧.૪૧ લાદ, વેસ્‍ટ ઝોન દ્વારા કુલ- ૯ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૮-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૨૮.૧૯ લાખ તથા ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ -૧૦ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧૬-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્‍વરી રૂા.૨૨.૦૯ લાખ કરવામાં આવેલ. વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૩૦- મિલ્‍કતોને સીલ કરેલ તથા ૫૬ -મિલ્‍કતોને ટાંચ જપ્તી  અપાયેલ અને નોટીસ રીકવરી રૂા.૧.૨૦ કરોડ  કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરશ્રીઓ દ્વારા આસી.કમિશ્નર  સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

 

(4:04 pm IST)