Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મનપાને આવાસના હપ્‍તા પેટે ૧૦ માસમાં ર૩૯.૮૦ કરોડની આવક

જાન્‍યુઆરીમાં ર૮.૦૪ કરોડ તિજોરીમાં જમા થયા

રાજકોટ તા. ૭ : મહાનગરપાલિકા દ્વારા અલગ - અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧ હજારથી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓએ ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્‍માર્ટ ઘર, મુખ્‍યમંત્રી આવાસ યોજના, બીએસયુપી-૧,,૩ રાજીવ આવાસ યોજના ગુરૂજીનગર, ધરમનગર, ૩૦૧ર, હુડકો, વામ્‍બે અને સફાઇ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

આવાસ યોજના વિભાગ દ્વારા તા.૧ થી ૩૧ જાન્‍યુઆરી સુધીમાં રૂા.ર૮.૦૪ કરોડની આવક આવાસના હપ્‍તા પેટે કરવામાં આવેલ. જયારે તા.૧ એપ્રીલ-રર થી તા.૩૧ જાન્‍યુ. ર૩ સુધીમાં રૂા.ર૩૯.૮૦ કરોડ ની આવક આવાસના હપ્‍તા પેટે કરવામાં આવેલ.(

 

 

(4:07 pm IST)