Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

નિર્ણય નહી આવે તો વાહનો કલેકટર કચેરીમાં જમા કરાવી દઇશું

RTO દ્વારા મીની બસ-ટેક્ષી-ટેમ્પાનો ટેક્ષ ૧૮ હજારને બદલે ૩૬ હજાર કરી નખાતા ફાટી નીકળેલો રોષઃ કલેકટરને આવેદન

૪૦ થી પ૦ બસ-ટેમ્પા સાથે રાજકોટ ટ્રાવેલ-ટેક્ષી એસો.ના અગ્રણીઓ કલેકટર કચેરી-RTOએ દોડી ગયા...

આરટીઓ દ્વારા ટેક્ષ બમણો કરાતા રાજકોટ ટ્રાવેલ્સ - ટેક્ષી એસો. દ્વારા ૪૦ થી પ૦ મીની બસ-ટેમ્પો-ટેક્ષી સાથે કલેકટર કચેરીએ ઉમટી પડી-વિસ્તૃત આવેદન પાઠવી- સુત્રોચ્ચાર-સ્લોગન સાથે કલેકટરને આવેદન પાઠવ્યું હતું તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ :  રાજકોટ ટ્રાવેલ-ટેક્ષી એસો.ના અગ્રણીઓએ આજે આરટીઓ કચેરી અને કલેકટર કચેરી ખાતે ૪૦ થી પ૦ જેટલી મીની બસો-ટેમ્પા સાથે ઉમટી પડી કોરોનાને કારણે બીઝનેશ સંપૂર્ણ ઠપ્પ હોય ટેક્ષમાં રાહત આપવા-માફ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે કોવીડની બીમારીને કારણે અમારો વાહન-વ્યવહાર બીઝનેશ સાવ ઠપ્પ થઇ ગયો છે, આમ છતા અને ટેક્ષ ભરવા આરટીઓ ગયા ત્યારે એઆરટીઓ શ્રી લાઠીયાએ ગત વર્ષે ૧૮ હજાર ટેક્ષ ભરતા તે અત્યારે અચાનક ૩૬ હજાર કરી નાંખ્યો છે. જે મીત્ર રાજકોટ જીલ્લામાં આવું થયું છે, અનય જીલ્લામાં ટેક્ષ વધ્યો નથી અમે આ બાબતે શ્રી લાઠીયાને રજુઆત કરી તો સરકારમાં જવાનો જવાબ મળ્યો આથી આપ કલેકટરની પ્રજાહિતમાં યોગ્ય ઉકેલ લાવો તેવી વિનંતી છે.  આવેદનમાં ઉમેર્યુ હતું કે અત્યારે ડીઝલમાં અસહ્ય ભાવ વધારો ભયાનક  મોંઘવારી-કોરોનાને કારણે અમે વધુ ટેક્ષ સહન કરી શકેએ તેમ નથી, જો યોગ્ય નિર્ણય નહીં લેવાયો અને કલેકટર કચેરીમાં મીની બસ-ટેમ્પો ટેક્ષી જમા કરવાી દઇશું, આથી તાકિદે  ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા - ટેક્ષ ઓછો કરવા ઝડપી નિર્ણય લેવા માગણી છે આવેદન દેવામાં જયદિપસિંહ રાણા, અંકુર આચાર્ય - જયપાલસિંહ જાડેજા, આશીષ કારીયા વિગેરે જોડાયા હતાં.

(3:16 pm IST)