Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટની અદાલતોમાં ફીઝીકલ કાર્યવાહી બંધ કરાઇ ઓનલાઇન કાર્યવાહી ચાલુઃ ૧૦મીની લોક અદાલત મુલત્વી

હવે પછી ૮ મી મેના રોજ લોક-અદાલત યોજાશેઃ અરજન્ટ કેસો જ ચાલશે

રાજકોટ તા. ૭ :.. ગુજરાત હાઇકોર્ટના સરકયુલર ઠરાવના અનુસંધાને આજે રાજકોટની કોર્ટોમાં ફીઝીકલ કાર્યવાહીને બંધ કરી દેવામાં આવી હતી. અને ઓનલાઇન કાર્યવાહી જ અરજન્ટ કેસો માટે કરવામાં આવી હતી.

દરમ્યાન જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના જણાવ્યા પ્રમાણે આગામી તા. ૧૦ એપ્રિલે યોજાનાર લોક-અદાલતને હાલ તુર્ત મુલત્વી રાખવામાં આવેલ છે. અને તે લોક અદાલત હવે પછી તા. ૮-પ-ર૧ નાં રોજ યોજાશે તેવું જણાવાયું છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાના કેસો વધી રહેલા હોય તેને ધ્યાને લઇને ગઇકાલે એક સરકયુલર બહાર પાડયો હતો. જે મુજબ આજે રાજકોટની કોર્ટોમાં ઓનલાઇન કાર્યવાહી ચલાવીને ફીઝીકલ કાર્યવાહી બંધ કરી દીધી હતી.

માત્ર પ૦ ટકા સ્ટાફ જ કોર્ટોમાં કાર્યરત રહેશે અને કોર્ટોની કામગીરી ઓનલાઇન ચાલશે.

હાઇકોર્ટના સરકયુલર ઠરાવ મુજબ માત્ર અરજન્ટ હોય તેવા કેસોની જ ઓનલાઇન સુનાવણી કરવામાં આવી રહી છે.

કોરોનાના કેસો વધતા ફરી ગયા વર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. હાઇકોર્ટની સુચના મુજબ પુરતી તકેદારી રાખીને ઓનલાઇન પાંચ મુખ્ય શહેરોમાં શરૂ થયાનું જાણવા મળે છે.

(3:23 pm IST)