Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ગોકુલધામ આવાસના કવાર્ટર પાસે ઘોડીપાસાનો જુગાર રમતા ૩ ઝડપાયા

હાર્દિક ઉર્ફે કવી, મુસ્તાક ઉર્ફે મુસો અને મિલનની ધરપકડ

રાજકોટ તા. ૭ : શહેરના ગોકુલધામ આવાસ યોજના કવાર્ટર પાસે ઘોડી પાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ ગોકુલધામ આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૧૬/૩૯ ના ખુણા પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા, સંજયભાઇ ચાવડા અને યોગીરાજસિંહને બાતમી મળતા પી.આઇ.વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.પી.સાયાંશ, હેડકોન્સ ધીરેનભાઇ, હીરેનભાઇ, ભગીરથસિંહ, ઉમેશભાઇ, મહેશભાઇ મંઢ, દિપકભાઇ સંજયભાઇ, યોગીરાજસિંહ તથા જયપાલસિંહ સહિતે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૧૯ કવાર્ટર નં.૧પર૩ના હાર્દિક ઉર્ફે કવી, હરેશભાઇ સોલંકી, લોહાનગર મફતીયાપરાના મુસ્તાક ઉર્ફે મુસો બહાઉદીનભાઇ પીપરવાડીયા, સોમનાથ શેરી નં.૩ના મીલન ચંદ્રકાંતભાઇ ધામેલાને પકડી લઇ રૂ.૪૭૦૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:23 pm IST)