Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

માધવ શરાફી મંડળી દ્વારા કોરોના વેકસીનેશન કેમ્પ :રપ૦ થી વધુ લોકોએ રસીકરણનો લાભ લીધો

રાજકોટઃ મહાનગરપાલિકાનાસહયોગ થી માધવ શરાફી સહકારી મંડળી, બ્રાહ્મણ સમાજ તથા  રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્યલ ગૃપ દ્વારા માતૃમંદિર હાઈસ્કૂલમાં યોજાઈ ગયો કોરોના પ્રતિકારક  વેકસીનોત્સવ વેકસીનેશન ઉત્સવ તરીકે ઉજવવાના નવા અભિગમ સાથે ૨૫૦થી વધુ પ્રબુદ્ધ (૪૫  ઉપરના) ભાઈ બહેનો ઉત્સાહ અને આનંદભર્યા વાતાવરણમાં કોવીશીલ્ડ વેકિસનના ડોઝ લઈ ભારત સરકારના કોરોના મુકત ભારતના અભિયાનમાં જોડાયાં. મેયર પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શનાબેન  શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ ડેપ્યુટી કમિશનર સિઘ, ગાર્ડન ડીરેકટર કે. ડો.હાપલીયા, વોર્ડ નં ૮ ના કોર્પોરેટર ડો.દર્શન પંડ્યા, વોર્ડ નં દસના કોર્પોરેટર   જ્યોત્સનાબેન  ટીલાળા, બીપીનભાઈ બેરા, શાસક પક્ષના નેતા   વિનુભાઈ ધવા, દંડક  સુરેન્દ્રભાઈ (શુભેચ્છા સંદેશ),  કોપરિટર   અશ્વિનભાઈ પાંભર સહિત ના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સવારે નવ વાગ્યે કેમ્પની  શરૂઆત કરી હતી. બ્રહ્મસમાજ અગ્રણી અને રાજ્યસભાના સાંસદ રામભાઈ  મોકરીયાએ પણ વેકિસન લેવા લોકોને અપીલ કરી રસીની અગત્યતા સમજાવી હતી.  માધવ મંડળીના ચેરમેન ડો.પ્રકાશ મોઢા, મેનેજીંગ ડાયરેકટર ડો. એન.ડી.શીલુ, ડીરેકટર ગીરીશભાઈ ગોરિયા, ભરતભાઇ જોશી, મેનેજર  ચંદ્રેશભાઇ કાપડીયા, માધવના આસી. મેનેજર તથા  સમગ્ર વેકસીનેશન કેમ્પના સંયોજક પ્રોજેકટ મેનેજર   વિજયભાઈ પુરોહિત, આસી. મેનેજર  વીરેન્દ્રભાઈ, બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ સર્વ તેજસભાઈ પંડ્યા,  દક્ષેશભાઈ પંડ્યા, જયેશભાઈ વ્યાસ,   કિરીટભાઇ પાઠક અતુલભાઈ પંડીત, રાજેશભાઈ શીલુ. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ   દર્શીતભાઈ જાની, જિલ્લા રોજગાર અધિકારી ચેતનભાઈ દવે, કેશવ શરાફી મંડળીના ચેરમેન   આશુતોષ શીલુ, મેનેજર   યશ ભટ્ટ રાજગોર શરાફી  મંડળીના જીતેશ મણિયાર,  નૈેનેશ ભલાણી રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્યલ ગ્રુપના   ગીરીશભાઈ  તેરૈયા, ભાનુભાઈ દવે નિલેશભાઈ શીલુ,   દિલીપભાઈ દવે,   વિપુલભાઈ તેરૈયા ઉપસ્થિત રહી  સાંજેપાંચ વાગ્યા સુધી પુરો સમય સેવાઓ આપેલી.

(3:31 pm IST)