Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા કોવિડ-૧૯ રસીકરણ કેમ્પ

રાજકોટ : વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી મવડી રોડ પર જ્ઞાતિની વાડી ખાતે કોવિડ-૧૯ રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. દીપપ્રાગટય મંડળના પ્રમુખ મનસુખભાઇ ધંધુકીયા, મંત્રી અમૃતલાલ ઉનાગર, ખજાનચી દિલસુખભાઇ ગોંડલિયા, જાબાલભાઇ કટકીયા, ઓડીટર નરશીભાઇ ધંધુકીયા, આરોગ્ય શાખાની ટીમના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ડે. કમિશ્નર બી. જી. પ્રજાપતિ, નવનિયુકત મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, આરોગ્ય ચેરપર્સન ડો. રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટરો શ્રીમતી લીલુબેન જાદવ, શ્રીમતી ભારતીબેન પાડલીયા, રાણાભાઇ સાગઠીયા, વિનોદભાઇ સોરઠીયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચા, શ્રીમતી સ્નેહલબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં. ૧૧ ના પ્રભારી શ્રી હિરપરા, ડો. સમર્થ અને તેમની ટીમ દ્વારા રસીકરણ કરવામાં આવ્યુ હતુ.ે વાટલિયા પ્રજાપતિ સમાજના કોરોના વોરીયર્સ એવા શ્રીમતી કિરણબેન ગોંડલિયા અને મનીષભાઇ ઉનાગરે કેમ્પમાં વિશેષ સેવા આપી હતી. સમગ્ર રસીકરણ કેમ્પને સફળ બનાવવા પ્રજાપતિ યુવક મંડળના સભ્યો સહમંત્રી હસમુખભાઇ ધંધુકીયા, સંગઠનમંત્રી ધીરૂભાઇ અમેથીયા, દેવશીભાઇ વોરા, રાજુભાઇ સરતાનપરા, પરષોતમભાઇ ધંધુકીયા, લીલાધરભાઇ ધંધુકીયા, ભરતભાઇ ધંધુકીયા, ધીરૂભાઇ રૂડકીયા, સંજયભાઇ રાવલ, ગાંડુભાઇ ધોળકીયા, શૈલેષભાઇ ધંધુકીયા, શૈલેષભાઇ પુંભડીયા, હેમંતભાઇ ધંધુકીયા, નિતિનભાઇ ગોંડલીયા, અજયભાઇ ગોંડલીયા, પ્રવિણભાઇ ગોંડલીયા, વાલજીભાઇ ધંધુકીયા, જયંતિભાઇ ગોંડલીયા, પરસોતમભાઇ ધોળકીયા, દિવ્યેશભાઇ ગોંડલીયા, કેતનભાઇ ગોંડલીયા, મહેશભાઇ પુંભડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:32 pm IST)