Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

માનવ જાતનો સૌથી મોટો શત્રુ વાયરસ છે : સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મા.સા.

કોરોના બાદ આવી રહ્યો છે પ્રિઓન

સમસ્ત વિશ્વ કોરોના મહામારીની બીજી લહેરમાં ત્રાહિમામ પોકારી રહ્યુ છે. નવો મ્યુટન્ટ વધુ ઘાતક છે. નવો સ્ટ્રેન ૮૦૦ થી પણ વધુ નવા રૂપ સાથે આગળ વધી રહ્યો છે. કોવિડ ટાસ્ક ફોર્સ અને નિતિ આયોગના સભ્ય વી.કે.પોલે જણાવેલ છે કે 'ભારતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો છે.આપણે તેને કન્ટ્રોલ નથી કરી શકયા.'અમુક રાજયો અને જિલ્લાઓની પરિસ્થિતિ ગંભીર છે. નવા સ્ટ્રેન નો યુ.કે., બ્રાઝીલથી આવેલ વાયરસ ઘણો જ ઘાતક છે.

ભારતમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.કોરોના દહેશતનું વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ર૦ર૦ કરતા પણ ર૦ર૧ નું વર્ષ વધુ ભારે લાગી રહ્યું છે.

વેકસીન લીધા પછી પણ કોરોના થઈ શકે છે. પણ તે માઈલ્ડ પ્રકારનો કોરોના થાય. વેકસીન બનાવતી કંપનીઓ જણાવે છે કે વેકસીન લીધા બાદ ૮૦ થી ૯૦ ટકા લોકોને કોરોના નહી થાય. કોઈક એન્ટીબોડી ન બનવાને કારણે કોરોનાનો શિકાર બની શકે.

નવો સ્ટ્રેન ૮૦૦ થી વધુ સ્વરૂપે આવી નાના બાળકોને પણ પોતાના સકંજામાં લઈ રહ્યો છે. ગામડાઓમાં ખૂબ વધી રહ્યો છે.

દેશનાં દરેક નાગરિકોએ સાવચેતી રાખવી તે રાષ્ટ્રધર્મ છે

મુખ પર નાક ઢંકાય તેવુ માસ્ક અને દરેક વ્યકિત સાથે સોશ્યલ ડિસ્ટન્સ રાખવું અત્યંત આવશ્યક છે. આ કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. દ્વાર ની અંદર રહો, નહીંતર હરિદ્વાર પહોંચી જશો. સાવચેત રહો નહીંતર સ્મશાન દૂર નહી રહે. કામ વગર બહાર ન નીકળો કોરોના ભરખી જશે.

કોરોનાથી હજી વિશ્વ બહાર નથી નિકળ્યું ત્યાં જ વિશ્વનો નવો દુશ્મન કોરોનાનાં કહેર વચ્ચે જન્મી ચૂકયો છે. વિશ્વનાં પશ્ચિમ ખૂણામાં કેનેડાથી આ રહસ્યમય ઘાતક વાયરસે માનવ શરીરમાં પ્રવેશ મેળવી લીધો છે. આ વાયરસ એટલો બધો ઘાતક છે કે લીવર, હ્રદય ની સાથે મગજનાં કોષો અને ચેતાતંત્રને પણ ધીમે ધીમે કામ કરતા બંધ કરી દે છે. આ નવા દુશ્મનનું નામ છે પ્રિઓન વાયરસ.

આ વાયરસનું મૂળ સ્વરૂપ છ વર્ષ પૂર્વે ર૦૧પ માં કેનેડા મા પાંચ દર્દી મળી આવ્યા હતા. ગયા વર્ષે ૨૦ર૦ માં ર૪ લોકોને આ રોગનો ચેપ લાગ્યો હતો. વર્ષ ર૦ર૧ માં કેસ વધી રહ્યા છે, કેનેડામાં તાજેતરમાં ૪૩ લોકોને પ્રિઓન વાયરસ નો ચેપ લાગ્યો છે. જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે.

પ્રિઓન વાયરસથી થતા આ રોગનું નામ છે. 'કાઉ ડંગ ડિસિઝ''

કાઉ ડંગ ડિસિઝ રોગનું મૂળ ઉદભવસ્થાન જર્સી ગાય અર્થાત વિદેશી ગાયનાં છાણ, દૂધ, માંસમાંથી આ રોગ ઉદભવ્યો છે. પ્રાણીઓથી મનુષ્ય સુધી પહોંચ્યો છે. જર્સી ગાય, ઘેંટા-બકરામાં આ રોગ જોવા મળતો હતો. જેણે માનવ શરીરમાં પ્રવેશ મેળવી લીધો છે.

આ રોગ બોવાઈન સ્પોનજી ફોર્મ એન્સેફાલોપથી તરીકે ઓળખાય છે. આ એક ખૂબ જ જોખમી ન્યુરોલોજીકલ રોગ છે. જે દર્દીનો જીવ પણ લઈ શકે છે. આ પ્રિઓન વાયરસ કોરોના વાયરસ કરતા અનેક ઘણો ઘાતક છે. આ રોગ જર્સી ગાય, ઘેંટા-બકરા નું માંસ ખાવાથી થાય છે. આ રોગના લક્ષણો ધીમે ધીમે બહાર આવે છે, ત્યાં સુધી મગજનાં કોષોને નુકશાન પહોંચી ગયું હોય છે. નર્વસ સિસ્ટમ નિષ્ફળ થાય છે, મગજ અને સ્નાયુ પરનો કંટ્રોલ દર્દી ગુમાવી દે છે. જર્સી ગાયનું દૂધ પીવાથી પણ આ રોગ થાય છે. ભૂલી જવું, શરીરમાં કંપન થવું, સ્મરણ શકિત ઓછી થવી, ચાલવાની ગતિ ધીમી થઈ જવી, બોલવામાં લખવામાં મુશ્કેલી, વ્યકિત હંસવા માંગે તો પણ ચહેરાનાં સ્નાયુ પૂરો સહયોગ ન આપે. આવા અનેક લક્ષણો આ રોગમાં દેખાય છે. આ રોગનાં લક્ષણો છ કે બાર મહિને થોડા થોડા દેખાય છે. કોઈને તો બે વર્ષે પણ દેખાય છે.

માનવ જાતનો સૌથી મોટો શત્રુ વાયરસ નવા નવા રૂપો ધારણ કરી રહ્યો છે. માનવજાતે કુદરતની સંપદાને નુકશાન પહોંચાડવાને બદલે તેનું જતન કરવાનો સમય આવી ગયો છે. પ્રકૃતિ સાથે જીવતા માનવે શીખવું પડશે. નહીંતર કુદરત દ્વારા વાયરસરૂપી રાક્ષસી માયા નિર્માણ પામશે જે માનવજાત માટે ઘાતક બનશે.

વાયરસ અને બેકેટેરીયા વચ્ચેનું અંતર જાણી લઈએ

બેેકટેરીયા એક જીવાણુ છે. બેકટેરીયા હંમેશા એકટીવ (કાર્યરત) રહે છે. આપણા શરીરની અંદર અને બહાર હંમેશા હાજર જ રહે છે. ભોજનમાં પણ અનેક પ્રકારનાં બેકટેરીયા હોય છે. સારા બેકટેરીયા રોગ સામે લડે છે. શરીરમાં એન્જાઈમ (એક પ્રકારનું પ્રોટીન છે, જે શરીરની રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે, જે પેન્ક્રીયાસમાં બને છે.) અને વિટામીનનાં નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. શરીરનાં તંત્રને સ્વચ્છ બનાવવામાં મદદગાર બને છે. ખરાબ બેકટેરીયા બિમારી પણ ફેલાવે છે. બેકટેરીયાને એન્ટીબાયોટીક થી મારી શકાય છે.

જયારે વાયરસ જીવાણુ નથી એટલે મરી નથી શકતા. સ્થાનીય વાતાવરણના આધાર પર વાયરસનું એક જીવનચક્ર હોય છે. તેના આધાર ઉપર જ તેની સક્રિયતા નકકી થાય છે.વાયરસ ફૈટી કોશિકાઓની વચ્ચે હોય છે. કોશિકાઓમાં હાજર રહેલ એસીઈ-ર નામનાં એન્જાઈમ કોરોના વાયરસ ના શરીરમાં પ્રવેશ કરવાનો મુખ્ય રસ્તો છે. ફૈટ કોશિકા બહાર આવતા જ તે સ્વયં જ ડીજનરેટ થાય છે. સાબુ અને ગરમ પાણી તેને સરળતાથી અસ્તિત્વહીન કરે છે.જીવિત કોશિકાના સંપર્કમાં આવવાથી જ વાયરસ એકટીવ થાય છે. જીવિત કોશિકાનાં સંપર્ક વગર તે સુષુપ્ત રહે છે. વાયરસ સંક્રમણ ફેલાવે છે.કોરોના બિમારી પણ વાયરસ દ્વારા ફેલાઈ છે. સામાન્ય શરદી, ઉધરસ, ચિનપોકસ, ઈન્ફલૂએંજા, હર્પીસ, મીજલ્સ, એઈડ્સ, બર્ડફલૂ, સ્વાઈનફલૂ, આદી વાયરસ જનીત બીમારી છે.કોરોના વાયરસ એ જીવ નથી અજીવ છે. શરીરની કોશિકાઓમાં ગયા પછી એકટીવ થાય છે. માટે શરીરની અંદર વાયરસ ન જાય તેની સૌએ તકેદારી રાખવી જરૂરી છે.

(3:33 pm IST)