Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટમાં ૨૦ દિ' પહેલા હોન્ડા ચોરનાર ખજુરી પીપળીયાનો મજૂર શાપરમાંથી ઝડપાઇ ગયો

શાપર (વે.) તા. ૭ : પોલીસ અધિક્ષક  બલરામ મીણાની સુચના અન્વયે તથા ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક ગોડલ મહર્ષી રાવલ તથા સર્કલ પો.ઇન્સ.શ્રીની સુચનાથી શાપર (વે) પો.સ્ટેના પો.સબ.ઇન્સ કે.એ.ગોહીલના માર્ગદર્શન હેઠળ ઘરફોડચોરી - ચોરી તેમજ મીલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોઇ શાપર ( વે ) પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ ના માણસો પેટ્રોલીગમા હતા દરમ્યાન પો.હેડ.કોન્સ રોહીતભાઇ બકોત્રા તથા પો.કોન્સ માવજીભાઇ ડાંગર તથા રવુભાઇ ગીડા હક્કીત આધારે એક ઇસમને નંબર વગરનુ હીરો પ્લેન્ડર મો.સા સાથે મળી આવતા મો.સા.ના એન્જીન નંબર તથા ચેસીસ નંબર ઇગુજકોપ પોકેટ કોપ એપ્લીકેશનમા સર્ચ કરાવતા અન્યના નામે રજીસ્ટર થયેલ હોવાનું જણાય આવતા મજકુરે મોટર સાયકલ ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનું જણાય આવતા મજકુર ની પુછપરછ કરતા મજકુરે આજથી આશરે વીસેક દીવસ પહેલા રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામા વિજય હોટલ પાસેથી ચોરી કરેલનું જણાવતા (૧) રોહીત બાબુભાઇ રાઠોડ અનુજાતી ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. રાજકોટ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર રમેશભાઇના મકાનમાં ભાડેથી તા.જી.રાજકોટ મુળ ગામ.ખજુરી પીપળીયા તા.કુંકાવાવ જી.અમરેલીને પો.સબ.ઇન્સ. વી.બી.બરબસીયા, પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલા, પો. કોન્સ. નરેશભાઇ લીબોલાએ ઝડપી લીધો હતો.

(3:36 pm IST)