Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાને કારણે સ્ટાફ ખુટી પડયોઃ ડોકટરો સ્ટાફ નર્સ-ફિમેલ હેલ્થ વર્કર માટે ઇન્ટરવ્યૂં

કલેકટરે ૧૩૦ જગ્યા ભરવા ઓર્ડર કર્યાઃ દરરોજ જીલ્લા પંચાયત ખાતે રજીસ્ટ્રેશન

રાજકોટ  તા. ૭ : રાજકોટ શહેર-જીલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે, આજે ર૪ મોત જાહેર કરાયા છે, અનેક સ્થળે હોસ્પિટલો શરૂ કરવી પડી રહી છે, સ્ટાફની અછત સર્જાવા માંડી છે, સ્ટાફ ખુટી પડયો હોય તેવી નોબત આવતા કલેકટર શ્રી રેમ્યા મોહને ધડાધડ નિર્ણય લઇ કોવીડ મેડીકલ ઓફીસર (૩૦ જગ્યા) સ્ટાફ નર્સ (પ૦-જગ્યા) અને ફિમેલ હેલ્થ વર્કર (પ૦ જગ્યા) માટે ઇન્ટરવ્યુ લેવા ઓર્ડરો કર્યા છે.

દરરોજ જગ્યા ન ભરાય ત્યાં સુધી સવારે ૧૦ાા થી ૧૧ાા દરમિયાન જીલ્લા પંચાયત-જીલ્લા આરોગ્ય સોસાયટી આરોગ્ય શાખા ખાતે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, મેડીકલ ઓફીસર માટે ૩૦ હજાર, સ્ટાફનર્સને ૧૮પ૦૦ તથા ફિમેલ હેલ્થ વર્કરને ૧૬પ૦૦ ફિકસ પગાર જાહેર કરાયો છે.

(3:38 pm IST)