Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

નગરજનો સ્વૈચ્છિક લોકડાઉન પાળે : પ્રદિપ ડવ

શહેરીજનો કામ સિવાય સરકારી કચેરીના કે ભીડભાડવાળી જગ્યાએ ન જવા અને કોરોનાને હરાવવા વેકિસન ખૂબ જ જરૂરી : મેયરની અપીલ

રાજકોટ તા. ૭ : મેયર ડો. પ્રદિપ ડવ એક યાદીમાં જણાવે છે કે, રાજયમાં કોરોનાનાં કેસ વધી રહેલ રાજકોટ શહેરમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકા પણ જુદા જુદા પગલાઓ લઇ રહેલ છે. કોરોના સંક્રમિત અટકાવવા માટે શહેરીજનોએ પણ ખાસ તકેદારી રાખવી પડશે. અગત્યના કામ સિવાય સરકારી કચેરીઓમાં કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ફરજીયાત કામ માટે જવાનું થાય માસ્ક ફરજીયાત પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, સેનેટાઇઝ કરવું વિગેરેનું ચુસ્ત પાલન કરવા તેમજ ચા-પાનના ગલ્લાઓએ એકઠું નહિ થવા અપીલ કરવામાં આવેલ.

કોરોનાને હરાવવા રસીકરણ ખુબ જ અગત્યતા છે. દેશભરમાં રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા પણ જુદી જુદી સંસ્થાઓ અને સોસાયટીને જોડી જુદા જુદા વિસ્તારોમાં રસીકરણનાં કેમ્પો યોજવામાં આવે છે. જેથી ૪૫ વર્ષથી ઉપરના તમામ ભાઈ-બહેનોએ રસી લઇ લેવા મેયરશ્રીએ અનુરોધ કરેલ છે.

આપણે જાગૃત રહેશું તો જ કોરોના સંક્રમણ અટકાવી શકીશું તેમજ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીશું તેમજ રાત્રિ કફર્યુમાં પણ બહાર ન નીકળીએ. અંતમાં મેયરે જણાવેલ કે, ચાલો સૌ સાથે મળીએ આપણા શહેરને કોરોના સંક્રમિત થતું અટકાવીએ.

(4:19 pm IST)