Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટ માલવીયા નગર પોલીસે દેશી તમંચા સાથે લક્ષ્મીનગરના વિશાલ જાદવને પકડયો

રાજકોટઃ માલવીયા નગર પોલીસે વિશાલ હસમુખભાઈ જાદવ (ઉ.વ. ૨૩ ઘંઘો મજુરી રહે. લક્ષ્મીનગર શેરી નં.૪ નાનામવા રોડ રાજકોટ)ને રૂ.5000ના દેશી તમંચા સાથે લક્ષ્મીનગર ન

નાલા પાસેથી પકડી લીધો છે.

પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમીશ્નરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા  તથા એસીપી જે.એસ.ગેડમ અને એસીપી ડી.વી.બસીયા ક્રાઈમની સુચના  પો.ઇન્સ. કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઇન્સ. વી.કે.ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. હેડ કોન્સ. મસરીભાઈ ભેટારીયા, પો.કોન્સ. મહેશભાઇ ચાવડા તથા રોહીતભાઇ કછોટને મળેલ સંયુક્ત  હકિકત આધારે નાનામવા રોડ, લક્ષ્મીનગર નાલા પાસે આ કાર્યવાહી થઈ હતી.

પો.ઈન્સ. કે.એન.ભુકણ, પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા સાથે પો.હેડ કોન્સ. મસરીભાઈ ભેટારીયા તથા યુવરાજસિંહ જાડેજા તથા દિગ્ધાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઈ ગઢવી તથા રોહીતભાઇ કછોટ તથા મહેશભાઇ ચાવડા તથા હરપાલસિંહ જાડેજા તથા હિતેષભાઈ અગ્રાવત સહિતના આ કાર્યવાહીમાં જોડાયા હતા.

(9:10 pm IST)