Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રાજકોટ જીલ્લાના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટરને લઇને રિયાલીટી ચેક : સરપંચોને TDOનો આદેશ 'પાંચ -દસ પથારી મૂકીને ફોટો મોકલો'

રાજકોટ,તા. ૪: રાજય સરકાર દ્વારા ગામડાંને કોરોનામુકત બનાવવા માટે ગામડે ગામડે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. જો કે આ જાહેરાત માત્ર કાગળ પર જ હોય તેવું Tv9 ના રિયાલીટી ચેકમાં સામે આવી રહ્યુ છે.

રાજકોટ જિલ્લાના કેટલાય એવા સરપંચો છે, જેઓ આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે રાજી નથી. સરપંચોને કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે TDO દબાણ કરી રહ્યા છે અને માત્ર પાંચ દસ બેડ એટલે કે ગાદલા પાથરીને ફોટો મોકલી આપવાનું કહી રહ્યા છે.સરપંચો સરકારને સવાલ કરી રહ્યા છે કે દવા, ઇન્જેકશન અને ઓકિસજન વગર કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો ફાયદો શું? તેવી ચર્ચાઓ જોર પકડયું છે.

(11:06 am IST)