Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

બેડલામાં સુરેશ સોરાણીએ બાઇક ન આપતાં લખાએ પાઇપના ઘા ફટકાર્યા

રાજકોટ તા. ૭: એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના બેડલા ગામે હનુમાનજીના મંદિર પાસે રહેતાં સુરેશ જાદવભાઇ સોરાણી (ઉ.વ.૩૨) નામના કોળી યુવાનને સાંજે સાડા આઠેક વાગ્યે ગામના પાદરમાં લખમણ ઉર્ફ લખો પાંચાભાઇ મકવાણાએ અટકાવી ગાળો દઇ લોખંડના પાઇપથી હુમલો કરી માથામાં ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં એએસઆઇ જે. જી. જાડેજાએ સુરેશની ફરિયાદ પરથી લખમણ સામે ગુનો નોંધ્યો હતો. સુરેશના કહેવા મુજબ પોતે બાઇક હંકારીને જતો હતો ત્યારે લખાએ ઉભો રાખી બાઇક માંગતાં પોતાને આપવું ન હોઇ ના પાડતાં ખાર રાખી હુમલો કરી ભાગી ગયો હતો.

(11:52 am IST)