Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મ.ન.પા. દ્વારા ફાયર બ્રિગેડ વિભાગને સજ્જ બનાવવા વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ સ્થાયી દ્વારા મંજૂર : જ્યોત્સનાબેન

રાજકોટ,તા. ૭: શિશુ કલ્યાણ અને અગ્નિશામક દળ સમિતિના ચેરપર્સન જ્યોત્સનાબેન ટીલાળા એક યાદીમાં જણાવે છે કે, ફાયર બ્રિગેડ વિભાગમાં કોઇ સાધનો વાંકે કામગીરીને વિક્ષેપ ન પહોંચે તે માટે ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જરૂરિયાત મુજબના ફાયરને લગત સાધનો વિગેરે ખરીદ કરી શકે તે માટે વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ કરવાનું આજરોજ સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવે છે. જે બદલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા સ્થાયી સમિતિના સભ્યશ્રીઓના પ્રશ્ને જયોત્સનાબેને આભાર વ્યકત કર્યો છે.

(3:12 pm IST)