Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

વિપક્ષો પર સુરી પોલીસ ભાજપના ઘુંટણીએ પડી ગઇ : રાજભા ઝાલા

રાજકોટ તા. ૭ : સમગ્ર દેશ કોરોના મહામારીની મુશ્કેલીમાં છે. ત્યારે બેશર્મ ભાજપીઓ રાજનીતિ રમવા ધરણા કર્યા અને પોલીસ પણ માયકાંગલી બનીને તાશીરો નિહાળી રહી તે ઘટના વખોડનીય હોવાનું આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાજભા ઝાલાએ આક્રોશભેર એક યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવેલ છે કે વિપક્ષો વિરોધ કરવા નિકળે ત્યારે સુરાતન બતાવતી પોલીસ ભાજપના વિરોધ કાર્યક્રમમાં મીયાંની મીંદડી બની કેમ ઘુંટણીએ પડી ગઇ?

ભાજપ આત્મ ચિંતન કરી આવા નાટકો બંધ કરે અને પોલીસ કમિશ્નરશ્રી પણ કાયદાને વફાદર રહે તેવી ટકોર અંતમાં રાજભા ઝાલાએ કરી છે.

(3:13 pm IST)